Technical Fault/ JIO નું નેટવર્ક ડાઉન થતા કોલ અને ઈન્ટરનેટના વપરાશમાં સર્જાઈ સમસ્યા

રિલાયન્સ જિયોનું ઓફિશિયલ કસ્ટમર સપોર્ટ હેન્ડલ ioJioCare નેટવર્ક ડાઉનટાઈમ અંગેની ફરિયાદોથી ભરાઈ ગયું છે. દેશના ઘણા ભાગોમાંથી Jio વપરાશકર્તાઓ ફોનમાં નેટવર્ક કનેક્ટિવિટી ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે.

Tech & Auto
Untitled 128 JIO નું નેટવર્ક ડાઉન થતા કોલ અને ઈન્ટરનેટના વપરાશમાં સર્જાઈ સમસ્યા

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું નેટવર્ક ઘણા યુઝર્સના ફોનમાં ડાઉન થઈ ગયું  હતું. દેશના ઘણા ભાગોના વપરાશકર્તાઓ જિયો નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ કરી  હતી. એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 4,000 યુઝર્સે Jio નેટવર્ક ડાઉન હોવાની જાણ કરી છે. Jio નેટવર્કના ડાઉનને કારણે, વપરાશકર્તાઓને કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Jio નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ સૌથી પહેલા આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ નોંધાઈ હતી. આ પછી, Jio નેટવર્કના ડાઉન થવા અંગે ફરિયાદ કરતા વપરાશકર્તાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. Jio નેટવર્કમાં આ ખલેલને કારણે, #JioDown ટ્વિટર પર ટ્રેન્ડ થયું જોવા મળે છે.

રિલાયન્સ જિયોનું ઓફિશિયલ કસ્ટમર સપોર્ટ હેન્ડલ ioJioCare નેટવર્ક ડાઉનટાઈમ અંગેની ફરિયાદોથી ભરાઈ ગયું છે. દેશના ઘણા ભાગોમાંથી Jio વપરાશકર્તાઓ ફોનમાં નેટવર્ક કનેક્ટિવિટી ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. Jio ના કસ્ટમર કેર હેન્ડલથી ફરિયાદ કરનાર યુઝર્સને માત્ર એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે. જવાબ છે, ‘તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં અને કોલ અથવા એસએમએસ કરવામાં અથવા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે. અમારી ટીમ શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે.’