જૂનાગઢ શહેરના સરદાર બાગ બીજ નિગમના ગોડાઉનમાંથી હજારો રૂપિયાના જીરાની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ 400 કિલો જીરાની 8 બોરી કિંમત રૂ. 80 હજારની ચોરી થયાની ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ મેહુલભાઈ મુળુભાઈ બામરોટીયાએ સરદાર બાગની સામે નિલમ બાગના ગોડાઉનમાંથી અજાણ્યા શખસોએ જીરાની બોરી નંગ 8 કિંમત રૂ. 80 હજારની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે વધુ તપાસ બી-ડીવીઝનના પીએસઆઈ આર.બી.સોલંકી કરી રહ્યા છે. તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.