Not Set/ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં શિવભક્તો ઉમટી પડ્યા, સવારથી જ ભાવિક ભક્તોની લાંભી કતારો

સોમનાથ, મહાશિવરાત્રીના પર્વને લઇને પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગ્યાથી જ ભાવિક ભક્તોની લાંભી કતારો જોવા મળી હતી. દોઢ કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહેલા ભક્તોએ હર હર મહાદેવ  અને જય ભોલે જય ભોલેના નારા લગાવ્યા હતા. સોમનાથ મહાદેવની પ્રાત: આરતી અને શૃંગાર આરતીના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી […]

Gujarat Others
mantavya 62 પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં શિવભક્તો ઉમટી પડ્યા, સવારથી જ ભાવિક ભક્તોની લાંભી કતારો

સોમનાથ,

મહાશિવરાત્રીના પર્વને લઇને પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગ્યાથી જ ભાવિક ભક્તોની લાંભી કતારો જોવા મળી હતી.

દોઢ કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહેલા ભક્તોએ હર હર મહાદેવ  અને જય ભોલે જય ભોલેના નારા લગાવ્યા હતા. સોમનાથ મહાદેવની પ્રાત: આરતી અને શૃંગાર આરતીના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આજની આરતી અને મહાપુજા કરવાના સમયનો કાર્યક્રમ

  •  વહેલી સવારે 4 વાગ્યે મંદિર ખુલ્યા
  •  સવારે 6 વાગ્યે પ્રાતઃ મહાપૂજા
  •  પ્રાતઃ આરતી સવારે 7 વાગે
  • સવારે 7.30 કલાકે મહામૃત્યુંજય યજ્ઞ શરૂ
  •  સવારે 8 વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે
  •  સવારે 8.30 કલાકે હોમાત્મક લઘુરુદ્ર યોજાશે
  •  સવારે 9.00 કલાકે સોમનાથ દાદાની પાલખીયાત્રા સોમનાથ મંદિર પરિસરમાં યોજાશે
  •  સવારે 9.00 કલાકે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ વેરાવલથી થશે
  •  મધ્યાહ્ન મહાપૂજા સવારે 11.00 કલાકે શરૂ થશે
  •  મધ્યાહ્ન આરતી બપોરે 12.00 કલાકે થશે.