ખુલાસો/ પાકિસ્તાની પત્રકાર અરૂસાએ કેપ્ટન સાથેના પ્રેમ પ્રકરણ મામલે કર્યો ખુલાસો….

પાકિસ્તાની પત્રકાર અરુસા આલમે મંગળવારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે કથિત સંબંધોના આરોપોને અત્યંત અપમાનજનક અને નિરાશાજનક ગણાવ્યા

Top Stories India
punjab 2 પાકિસ્તાની પત્રકાર અરૂસાએ કેપ્ટન સાથેના પ્રેમ પ્રકરણ મામલે કર્યો ખુલાસો....

પાકિસ્તાની પત્રકાર અરુસા આલમના કથિત ISI લિંક્સ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથેના કથિત સંબંધોની ચર્ચા આ દિવસોમાં પંજાબના રાજકારણમાં જોરશોરથી ચાલી રહી છે. એટલું જ નહીં, કેપ્ટન અમરિંદર સિંહ પાકિસ્તાની પત્રકાર અરુસાના કથિત ISI લિંકને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની પત્રકાર અરુસા આલમ પોતે સામે આવ્યા  છે અને તેમણે ISI અને કેપ્ટન સાથેના તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેપ્ટન તેનો મિત્ર છે, પરંતુ પ્રેમી નથી.

અરુસા આલમે કેપ્ટન સાથેના કથિત ‘પ્રેમ સંબંધો’ના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેઓ માત્ર સારા મિત્રો છે પરંતુ પ્રેમી નથી. અરુસાએ કહ્યું કે જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તે 66 વર્ષનો હતો અને મારી ઉંમર 56 વર્ષની હતી. આ ઉંમરે કોઈ પ્રેમીની શોધમાં નથી. અમે એવા સમયે મળ્યા હતા જ્યાં પ્રેમ અને રોમાંસને કોઈ સ્થાન નથી. અમે સારા મિત્રો છીએ, અમે સોલમેટ છીએ, અમે પ્રેમી નથી.

 પીટીઆઈના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની પત્રકાર અરુસા આલમે મંગળવારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે કથિત સંબંધોના આરોપોને અત્યંત અપમાનજનક અને નિરાશાજનક ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ આ આરોપોની ભારતીય એજન્સીઓની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે. પંજાબના નાયબ મુખ્ય પ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આરુષાના ISI સાથે કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

જો ભારતની કેન્દ્રીય એજન્સીઓ આ મામલે તપાસ કરવા માંગે છે તો હું સહયોગ કરવા તૈયાર છું. મારી વિરુદ્ધના પાયાવિહોણા પ્રચારની તપાસ કરવા માટે ભારત કોઈપણ ત્રીજા દેશના તપાસકર્તાઓની મદદ પણ લઈ શકે છે.

તેમણે કહ્યું, “16 વર્ષ પહેલાં, જ્યારે મને કોઈ કારણસર ભારતીય વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યારે ભારત સરકારે આવી તપાસ કરી હતી અને બાદમાં વિઝા આપવામાં આવ્યા હતા,” તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લે નવેમ્બરમાં ભારત આવ્યા હતા. પરંતુ પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ હજુ પણ મારા સારા મિત્ર છે. વધુમાં કહ્યું, “આ વિવાદ હોવા છતાં પણ કેપ્ટન સાહેબ મારા સારા મિત્ર છે.આ આરોપો અપમાનજનક અને અત્યંત નિરાશાજનક છે,