Happy Diwali/ PM મોદીએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ

કોરોનાકાળ વચ્ચે આજે દેશવાસીઓ દિવાળીની ઉજવણી કરવાના છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવાળી નિમિત્તે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે, “બધા દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ. સૌને હૈપ્પી દિવાળી! આ તહેવારો તમારા જીવનમાં વધુ પ્રકાશ અને ખુશીઓનો વધારો કરે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.” શુક્રવારે પીએમ મોદીએ છોટી દિવાળી […]

Top Stories India
asdq 77 PM મોદીએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ

કોરોનાકાળ વચ્ચે આજે દેશવાસીઓ દિવાળીની ઉજવણી કરવાના છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવાળી નિમિત્તે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે, “બધા દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ. સૌને હૈપ્પી દિવાળી! આ તહેવારો તમારા જીવનમાં વધુ પ્રકાશ અને ખુશીઓનો વધારો કરે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.”

શુક્રવારે પીએમ મોદીએ છોટી દિવાળી પર એક ટ્વીટમાં કહ્યું હતું કે આ દિવાળી આપણે બધાએ એક દિવો દેશનાં સૈનિકો માટે પ્રગટાવવો જોઇએ. સુત્રોનાં જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. જો કે, આ વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી આ વર્ષે દિવાળીની ઉજવણી રાજસ્થાનનાં જેસલમેરમાં સૈનિકો સાથે કરશે. વળી કેટલાક અહેવાલોએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદી ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળી ઉજવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014 થી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ગયા વર્ષે, 2019 માં, પીએમ મોદીએ એલઓસીને અડીને જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ મોદીએ શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું કે, “આ દિવાળીએ આપણે બધા સૈનિકોના માનમાં દીવો પ્રગટાવવો જોઇએ, જે નિર્ભયપણે દેશની રક્ષા કરવામાં રોકાયેલા છે.” આપણે સીમાઓ પર તૈનાત દેશનાં સૈનિકોનાં પરિવારો પ્રત્યે પણ કૃતજ્ઞ છીએ.”