ડાકોર/ જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જય માતાજી નૌકા વિહારને આ બાબતે વારંવાર તેનો ધંધો ત્વરિત બંધ કરી દેવા માટે નોટિસો ફટકારેલી છે પરંતુ જેને નૌકા વિહારના માલિકો ઘોળીને પી ગયા હોય તેવું જણાઈ આવે છે.

Top Stories Gujarat Others
જય માતાજી નૌકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જય માતાજી નૌકા વિહારને આ બાબતે વારંવાર તેનો ધંધો ત્વરિત બંધ કરી દેવા માટે

ડાકોર ખાતે ગોમતી તળાવ પર ગેરકાયદેસર ચાલતું જય માતાજી નૌકા વિહારને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. છતાં નૌકા વિહાર દ્વારા ગેરકાયદેસર ધંધો કરતા યાત્રિકોમાં રોષ દેખાઈ રહ્યો છે. નૌકા વિહારમાં બિનઅનુભવી લોકો બોટ ચલાવી રહ્યા છે. જેને પગલે જો કોઈ ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ થશે તે સૌથી મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. જોકે નૌકા વિહારને નગરપાલિકા દ્વારા નોટીસ તો આપવામાં આવી છે. છતાં પણ નૌકા વિહારની દબંગઈ સામે આવી રહી છે.

d1 જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

  • નૌકા વિહારમાં બિનઅનુભવી લોકો
  • ગેરકાયદેસર ધંધાને પગલે નાગરીકોમાં રોષ

(1) સંજય ભાઈ પટેલ,ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા 00.46 TO 01.00
(2) રાજેશ પટેલ,ઇન્ચાર્જ પ્રમુખ ડાકોર નગરપાલિકા 00.50 TO 01.23
(3) કલ્પેશ પટેલ,નાગરિક ડાકોર નગર 00.19 TO 00.37

ડાકોર ખાતે ગોમતી તળાવ પર ગેરકાયદેસર ચાલતું જય માતાજી નૌકા વિહારને નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાં પણ ગેરકાયદેસર રીતે  ધંધો ચાલુ જ રાખવામા આવ્યો છે. જેને પગલે યાત્રિકોના જીવ નું જોખમ ઊભું થયું છે. ડાકોર નગરપાલિકા દ્વારા વારંવાર જય માતાજી નૌકા વિહારને નોટિસ આપવા છતાં પણ સરકારી  નોટિસ ઘોળીને પી જતા નૌકા વિહરના દબંગ ગીરી સામે આવી છે. ડાકોર નગરપાલિકાના ઠરાવની ગેરકાયદેસર રીતે મંજૂરી લઇ હોવાનું જણાઇ આવતાં અને ઠરાવ રદ કર્યો હોવા છતાં જય માતાજી નૌકા વિહાર પોતાની બોટો ચલાવી રહ્યા છે.  જેને કારણે બિન અનુભવી લોકો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.  જેને લઇ ગોમતી તળાવમાં યાત્રિકોના જીવ જોખમમાં મુકાયા છે.

d2 જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

ડાકોર ગોમતી તળાવ પર ચાલતું જય માતાજી નૌકા વિહારને નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર ઠેરવી નોટીસ આપવા છતા પણ તેણે તેનો ધંધો બંધ ન કરતા જાગૃત નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. નગરપાલિકાના કહેવા પ્રમાણે બોટિંગ નું સંચાલન કરવા માટે ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવનું સર્ટી તથા લાયસન્સ અને ખાસ કરી વીમો હોવો જરૂરી છે.  જે જય માતાજી નૌકા વિહારના માલિક પાસે નથી.  તેવુ નગરપાલિકા દ્વારા જણાઇ આવતા ઠરાવ રદ કરી તેને બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી.

d3 જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જય માતાજી નૌકા વિહારને આ બાબતે વારંવાર તેનો ધંધો ત્વરિત બંધ કરી દેવા માટે નોટિસો ફટકારેલી છે પરંતુ જેને નૌકા વિહરના માલિકો ઘોળીને પી ગયા હોય તેવું જણાઈ આવે છે. જો ખરેખર જય માતાજી નૌકા વિહારની પાસે અનુભવ નું સર્ટી ના હોય તો તે આ ધંધા માટે ગેરલાયક છે. અને પોતે ગેરલાયક હોવા છ્તાં પણ તેઓ આ યાત્રિકોના જીવને જોખમમાં મૂકી આ ધંધો કરી રહ્યા છે. જે કદાપિ યોગ્ય નથી.

d5 1 12 જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

ડાકોર ખાતે નિત્ય હજારો યાત્રીઓ રણછોડરાયજીના દર્શન કરવા આવતા હોય છે અને ગોમતી તળાવ પર આવી નૌકા વિહારનો આનંદ લેતા હોય છે.  તેમને આ બિન અનુભવી લોકો બોટિંગ  કરાવશે તો કોઈ ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ રહેશે / તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યાં છે.  આવનાર સમયમાં આ બોટીંગ દ્વારા કોઈ હોનારત કે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ રહેશે તે તો જોવો જ રહ્યું.

d6 જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત

ડાકોર નગરપાલિકા દ્વારા જય માતાજી નૌકા વિહાર ને 3/11/2021 માં પહેલી નોટિસ પાઠવી હતી. ત્યારબાદ 29/6/2022 માં બીજી નોટિસ આપવા માં આવી છે.  માત્ર ને માત્ર નોટિસ આપી ડાકોર નગરપાલિકા જાણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટવાની રાહ જોઈ રહી હોય  તેમ હાલતો લાગી રહ્યું છે. પરંતુ આ ગેરકાયદેરસર ધંધો કરતાં જય માતાજી નૌકા વિહારને બંધ કરાવવાનું  કે તેની સામે કાયદેસરના પગલાં ભરવાનું વિચારતી ન હોય તેવું જણાઈ આવે છે.

ડાકોર નગરપાલિકા દ્વારા માત્ર નોટિસો આપીને જ સંતોષ વ્યક્ત કરે છે પરંતુ કોઈ ઠોસ પગલાં લેતું નથી જેને કારણે યાત્રિકોના જીવ જોખમે મુકાયા છે તેઓ સ્થાનિકોનું કહેવું છે. આ બાબતે ડાકોર નગરપાલિકાએ પોલીસ તંત્રને પણ જાણ કરી હતી.  પરંતુ પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી સમગ્ર મામલાની અન દેખી કરી હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. જય માતાજી બોટના સંચાલકો દ્વારા આ સમગ્ર મામલે કોર્ટ સુધી પણ પહોંચી અને સમગ્ર મામલાને ગુંચવણ પેદા કરી હોય તેવું પણ લોકો કહી રહ્યા છે.

પરંતુ તેમાં આવનાર યાત્રિકોનો શું વાંક ખરેખર બિન અનુભવી લોકો બોટીગ નું સંચાલન કરશે તો યાત્રિકોના જીવતો જોખમમાં મુકાવવાના જ છે તેમાં શંકાને સ્થાન નથી જો વહેલી તકે નગરપાલિકા દ્વારા જય માતાજી નૌકા વિહારને બંધ કરાવવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટનાનો જવાબદાર કોણ હશે ડાકોર નગરપાલિકા ? કે નૌકા વિહારના ખુદ માલિક? કે પછી વહીવટી તંત્ર જવાબદાર રહેશે તે તો જોવું જ રહ્યું.

નાસકાંઠા/ આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર