Not Set/ આ દિવસોમાં બેંકોમાં નહી થાય કોઇ કામ, જાણી લો નહી તો થઇ શકે છે મોટું નુકસાન

બેંકોનાં કામમાં વિલંબ આવવાથી કે બેન્ક બંધ રહેવાથી દેશનાં મોટાભાગનાં લોકો પ્રભાવિત થતા રહ્યા છે ત્યારે જો એ વાત ખબર પડે કે બેંક એક નહી બે નહી પણ તેના કરતા વધુ દિવસો સુધી બંધ રહેશે ત્યારે દેશની મોટી સંખ્યા ચિંતામાં મુકાઇ જાય તે સ્વાભાવિક છે. આપને જણાવી દઇએ કે, પગાર સહિતની તેમની અનેકો માંગણીઓ માટે […]

Top Stories Business
bankstrike35 આ દિવસોમાં બેંકોમાં નહી થાય કોઇ કામ, જાણી લો નહી તો થઇ શકે છે મોટું નુકસાન

બેંકોનાં કામમાં વિલંબ આવવાથી કે બેન્ક બંધ રહેવાથી દેશનાં મોટાભાગનાં લોકો પ્રભાવિત થતા રહ્યા છે ત્યારે જો એ વાત ખબર પડે કે બેંક એક નહી બે નહી પણ તેના કરતા વધુ દિવસો સુધી બંધ રહેશે ત્યારે દેશની મોટી સંખ્યા ચિંતામાં મુકાઇ જાય તે સ્વાભાવિક છે. આપને જણાવી દઇએ કે, પગાર સહિતની તેમની અનેકો માંગણીઓ માટે દેશભરનાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરી રહ્યા છે.

Image result for bank strike

બેંક યુનિયનોએ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી છે. જાન્યુઆરીમાં આ બીજી વખત હશે જ્યારે ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) ની ઘોષણા બાદ બેંકોની દેશવ્યાપી હડતાલ બોલાવવામાં આવી છે. વળી, બેંકોએ વિરોધ નોંધાવવા માટે સામાન્ય બજેટ 2020 નાં દિવસે હડતાલ પર જવાનું નક્કી કર્યું છે. આ સિવાય માર્ચ મહિનામાં બેંકો સતત 3 દિવસ હડતાલ પર ઉતરશે.

Image result for bank strike

આપને જણાવી દઈએ કે, 8 જાન્યુઆરીએ ભારત બંધ દરમિયાન 6 બેંક કર્મચારી સંઘ જોડાયો હતો. બેંકની હડતાલને કારણે કામ અટક્યું હતું. હવે ફરી એકવાર બેંક યુનિયનોએ હડતાલ જાહેર કરી છે. ભારતીય બેંક એસોસિએશને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ બોલાવી છે. બેંકોની હડતાલનો સમય ખૂબ જ મહત્વનો છે, કારણ કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. જ્યારે આર્થિક સર્વેનો અહેવાલ 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, બેંકોની હડતાલની મહત્વપૂર્ણ પ્રસંગ પર મોટી અસર પડશે.

Related image

જણાવી દઈએ કે, 31 જાન્યુઆરી 2020 નાં રોજ શુક્રવાર છે અને બેંકોની હડતાલની ઘોષણા કરવામાં આવી છે. વળી, 1 ફેબ્રુઆરી, 2020 નાં રોજ, શનિવાર છે, અને તે દિવસે બેંકોની હડતાલને હાકલ કરવામાં આવી છે. 2 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જાન્યુઆરીનાં છેલ્લા મહિનામાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બેંકો સતત 3 દિવસ બંધ રહેવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વળી, ત્રણ દિવસથી બેંકિંગ સેવાને અસર થવાનાં કારણે, એટીએમ મશીનોમાં રોકડની અછત પડી શકે છે. તમારે એટીએમની બહાર લાંબી લાઇનોમાં રાહ જોવી પડી શકે છે. બેંકિંગ સેવાને અસર થવાને કારણે, એટીએમ મશીનમાં રોકડ નાખવાની સેવાને પણ અસર થઈ શકે છે અને તમારે એટીએમ મશીનથી ખાલી હાથ પરત ફરવું પડી શકે છે. આવી મુશ્કેલી સ્થિતિથી બચવા માટે અગાઉથી રોકડની વ્યવસ્થા કરવી યોગ્ય વિકલ્પ સાબિત થઇ શકે છે.

Image result for bank atm strike problem

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સિવાય બેંક કર્મચારી માર્ચમાં પણ ત્રણ દિવસીય હડતાલ પર ઉતરશે. એટલે કે, આગામી ત્રણ મહિનામાં કોઇને કોઇ દિવસે બેંકિગ સેવા પ્રભાવિત થશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન અંતર્ગત યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનોએ નિર્ણય લીધો છે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી ઉપરાંત નાણાકીય વર્ષનો અંતિમ મહિનો પણ માર્ચમાં ત્રણ દિવસની હડતાલનો રહેશે. એસોસિએશનનાં સભ્યો 11 માર્ચ, 12 માર્ચ અને 13 માર્ચ સુધી હડતાલ પર રહેશે. આવી સ્થિતિમાં બેંકિંગ સેવા પ્રભાવિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.