ICC T20 World Cup 2024/ ટી20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયા બાદ શિવમના બેટને લાગ્યું ગ્રહણ

રહાણેએ પણ કર્યા નિરાશ

Top Stories Sports
Beginners guide to 2024 05 05T183745.603 ટી20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયા બાદ શિવમના બેટને લાગ્યું ગ્રહણ

Cricket News : આઈપીએલ 2024નો 53 મો મુકાબલો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ માટે આવેલા સીએસકેને શરૂઆતમાં જ મોટા ઝડકા લાગવાનું શરૂ થઈ ગયું છે. ચેન્નાઈએ મેચની બીજી જ ઓવરમાં રહાણેની વિકેટ ખોઈ દીધી હતી. ત્યારબાદ મિચેલ અને ગાયકવાડે થોડીવાર સુધી બાજી સંભાળી પરંતુ બાદમાં ગાયકવાડ અને શિવમ દુબે એક જ એવરમાં પેવેલિયન જતા રહ્યા.

ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સિલેક્ટ થયા બાદ શિવમ દુબે સસત બીજી વખત ફ્લોપ ગયો હતો. તે પહેલા 1 મે ના રોજ પંજાબ કિંગ્સ વિરૂધ્ધ પણ શિવમ 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને આજે તો ખાતુ પણ ખોલાવી ન શક્યો.તેને રાહુલ ચાહરના બોલ પર એક્રોસ આઉટસાઈડ ઓખ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટના ખૂંણે ટકરાઈને જીતેશ શર્માના હાથમાં જતો રહ્યો હતો.

અજિક્ય રહાણેએ પણ આજે નિરાશ કર્યા હતા. આ સિઝનમાં ફ્લોપ રહેલો રહાણે કંઈ ખાસ કૌવત ન બતાવી શક્યો. રહાણે 7 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગયો. અર્શદીપ સિંહે તેની વિકેટ ઝડપી લીધી હતી.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી