Not Set/ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યસભાની એક બેઠક માટેની પેટા-ચૂંટણીમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ મદનલાલ સૈનીના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી. બિનહરીફ ચૂંટાયા પર રાજસ્થાનના મુખ્યમંત્રી […]

Top Stories Politics
manmohan પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યસભાની એક બેઠક માટેની પેટા-ચૂંટણીમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ બિનહરીફ ચૂંટાયા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ મદનલાલ સૈનીના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી. બિનહરીફ ચૂંટાયા પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને અભિનંદન પાઠવ્યા હતા.

 

ગત મંગળવારે મનમોહનસિંહે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. મનમોહન સિંહ સાથે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પણ ઉમેદવારી નોંધાવવા માટે હાજર રહ્યા હતા. ભાજપ કે અન્ય કોઈ પાર્ટીએ તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવાર ઉતાર્યો ન હતો. હવે મનમોહન સિંહ 3 એપ્રિલ 2024 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહેશે. આ પહેલા તેઓ ત્રણ દાયકાથી આસામથી રાજ્યસભાના સભ્ય હતા. તેમનો કાર્યકાળ 14 જૂને સમાપ્ત થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.