Not Set/ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, PM મોદીએ વિપક્ષને સાથે લઇને ચાલવાની કરી વાત

મોદી સરકારમાં દેશની 17મી લોકસભાનું પહેલુ સત્ર સોમવારથી શરૂ થઇ ગયુ છે. આ સત્રમાં પૂર્ણ બજેટને જાહેર કરવામાં આવશે. સાથે સરકાર ત્રીપલ તલાક સહિતનાં ઘણા મહત્વનાં મુદ્દાઓ પર બિલ પસાર કરવાનો પ્રયત્ન કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારનાં રોજ ઓલ પાર્ટી મીટિંગમાં એજન્ડા પર ચર્ચા કરી હતી. લોકસભામાં ઘણા નવા ચહેરા હોવાની વાત કરતા મોદીએ […]

Top Stories India
pmmodi in sansad સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, PM મોદીએ વિપક્ષને સાથે લઇને ચાલવાની કરી વાત

મોદી સરકારમાં દેશની 17મી લોકસભાનું પહેલુ સત્ર સોમવારથી શરૂ થઇ ગયુ છે. આ સત્રમાં પૂર્ણ બજેટને જાહેર કરવામાં આવશે. સાથે સરકાર ત્રીપલ તલાક સહિતનાં ઘણા મહત્વનાં મુદ્દાઓ પર બિલ પસાર કરવાનો પ્રયત્ન કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારનાં રોજ ઓલ પાર્ટી મીટિંગમાં એજન્ડા પર ચર્ચા કરી હતી. લોકસભામાં ઘણા નવા ચહેરા હોવાની વાત કરતા મોદીએ કહ્યુ કે, સંસદ સત્ર ઉત્સાહ અને નવા વિચારો સાથે શરૂ થવુ જોઇએ.

નવા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે, વિપક્ષ નંબરની ચિંતાને છોડી દે. લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય રહેવુ જરૂરી છે. સાથે પીએમ મોદીએ કહ્યુ કે, અમે આવતા 5 વર્ષમાં આ પદની ગરીમાને ઉચો ઉઠાવવાનો પ્રયત્ન કરીશું. વધુમાં કહ્યુ કે, આજથી એક નવા સત્રની શરૂઆત થઇ રહી છે. આ સત્રની શરૂઆતની સાથે નવી આશાઓ અને સપના છે. આઝાદી બાદથી આ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મહિલા મતદાતા અને સાંસદ દેખાઇ હતી. તેમણે કહ્યુ કે, ઘણા દશકો બાદ એક સરકારે બીજા કાર્યકાળ માટે પૂર્ણ બહુમત મેળવ્યો છે. જનતાએ અમને ફરી એકવાર સેવા કરવાનો અવસર આપ્યો છે. હુ દરેક વિપક્ષી દળોથી અનુરોધ કરુ છુ કે તે દરેક નિર્ણયોનું સમર્થન કરે જે લોકોનાં પક્ષમાં છે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષને લઇને કહ્યુ કે, પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષ રહી કામ કરે. અમે આવનારા 5 વર્ષો માટે સદનની ગરીમાને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યુ કે, વિપક્ષને પોતાની સંખ્યાને લઇને પરેશાન થવાની જરૂરત નથી. હું આશા રાખું છું કે તે પોતાની સક્રિયતા બતાવશે અને સંસદની કાર્યવાહીમાં ભાગ લેશે.

આપને જણાવી દઇએ કે, સંસદ સત્રની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સાંસદ સદસ્યના શપથ લીધી. સ્પીકર ડૉ.વીરેન્દ્ર કુમારે 17મી લોકસભાનાં પહેલા સત્રની કાર્યવાહી શરૂ કરાવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.