Not Set/ તનુશ્રીએ નાના પાટેકરને મળેલી ક્લિનચિટ પર PM મોદીને પૂછ્યો સવાલ, શું આ જ છે રામ રાજ્ય?

બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાને તમે જાણતા જ હશો. તેણે જ MeToo મૂવમેન્ટને બોલિવુડમાં ઉછાળી હતી. ત્યારબાદ બોલિવુડની રૂપ સુંદરીઓ જ નહી પણ દેશની ઘણી મોટી હસ્તીઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે ખુલ્લા દિલથી દેશ સમક્ષ કહ્યુ. આ કડીમાં બોલિવુડ સહિત ઘણા રાજનીતિ હસ્તીઓ પર તેના છાંટા ઉડ્યા હતા. ત્યારે હવે આ મૂવમેન્ટને શરૂ કરનાર […]

Top Stories India
837004 tanushree dutta narendra modi nana patekar તનુશ્રીએ નાના પાટેકરને મળેલી ક્લિનચિટ પર PM મોદીને પૂછ્યો સવાલ, શું આ જ છે રામ રાજ્ય?

બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાને તમે જાણતા જ હશો. તેણે જ MeToo મૂવમેન્ટને બોલિવુડમાં ઉછાળી હતી. ત્યારબાદ બોલિવુડની રૂપ સુંદરીઓ જ નહી પણ દેશની ઘણી મોટી હસ્તીઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે ખુલ્લા દિલથી દેશ સમક્ષ કહ્યુ. આ કડીમાં બોલિવુડ સહિત ઘણા રાજનીતિ હસ્તીઓ પર તેના છાંટા ઉડ્યા હતા. ત્યારે હવે આ મૂવમેન્ટને શરૂ કરનાર તનુશ્રીએ નાના પાટેકરને ક્લિનચિટ મળવા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તનુશ્રીએ આ મુદ્દે હવે PM મોદીને પોતાની વેદના વ્યક્ત કરી છે અને સવાલ પણ કર્યો છે કે શું આ જ છે રામ રાજ્ય?

તનુશ્રીએ એક નિવેદનમાં નાના પાટેકરનાં એનજીઓ પર નિશાનો સાધ્યો છે. સાથે તેણે નાના પાટેકર પર આકરા પ્રહારો કરતા લખ્યુ છે કે, તમને ક્લિનચિટ મળવાનો અર્થ એ નથી કે તમે નિર્દોષ છો. આ જનતા બધુ જ જાણે છે. તનુશ્રીએ આગળ લખ્યુ કે, મોદીજી તમારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતને, તમારા દેશની દિકરી સાથે એક દોશીએ ઉત્પીડન કર્યુ. તેના પર ભીડે હુમલો કર્યો. તેને ન્યાય નથી મળી રહ્યો. તેનુ નામ બદનામ કરવામાં આવી રહ્યુ છે. તેને ધમકીઓ પણ મળી રહી છે. તનુશ્રીએ આગળ લખ્યુ કે, એક છોકરીનું કેરિયર ખરાબ કરી દેવામાં આવે છે. તેને એકલા જીવન જીવવા માટે દેશ પણ છોડવો પડે છે. ત્યારબાદ પણ પોલીસ કહે છે મારી ફરિયાદ જૂઠી છે. આ છે તમારુ રામ રાજ્ય.

તનુશ્રીએ વડાપ્રધાન મોદીથી જવાબ માંગતા લખ્યુ છે કે, ‘મારો જન્મ એક હિંન્દુ પરિવારમાં થયો હતો. મે સાંભળ્યુ છે કે રામ નામ સત્ય છે તો ફરી દેશમાં વારંવાર અસત્ય અને અધર્મનો વિજય કેમ થઇ રહ્યો છે. જવાબ આપો મને આ ઉત્પીડને મારી નોકરી, કેરિયરને ખતમ કરી દીધુ. તનુશ્રી આટલાથી જ ન રોકાઇ અને દેશનાં કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવી દીધા. તેનું કહેવુ છે કે, ભારતમાં કાયદો વ્યવસ્થા વેચાઇ ગઇ છે. જ્યા દોશી કાયદો, ન્યાય વ્યવસ્થાને કરોડો રૂપિયા લાંચ આપીને ક્લિનચિટ ખરીદી શકે છે. બીજી તરફ મહિલા જો તેની ફરિયાદ કરે છે તો તેને ખતમ કરી દેવામાં આવે છે.’

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.