Not Set/ મોદી આજે મહારાષ્ટ્રમાં કરશે વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ્સ લોન્ચ, આ છે પ્રોજેક્ટ્સ

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 41,000 કરોડ રૂપિયાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. એમની આખા દિવસની મુલાકાતમાં મોદી બે મહત્વનાં મેટ્રો કોરીડોરનો શિલાન્યાસ પણ કરશે. આ મેટ્રો થાણે – ભીવંડી- કલ્યાણ અને દહિસર – મીરા – ભાયેન્દર મેટ્રો છે. આ સિવાય વડાપ્રધાન મોદી વિશાળ હાઉસિંગ સ્કીમ લોન્ચ કરવાનાં છે. આ સ્કીમ 18,000 કરોડ […]

Top Stories India
modi 1 મોદી આજે મહારાષ્ટ્રમાં કરશે વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ્સ લોન્ચ, આ છે પ્રોજેક્ટ્સ

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 41,000 કરોડ રૂપિયાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. એમની આખા દિવસની મુલાકાતમાં મોદી બે મહત્વનાં મેટ્રો કોરીડોરનો શિલાન્યાસ પણ કરશે. આ મેટ્રો થાણે – ભીવંડી- કલ્યાણ અને દહિસર – મીરા – ભાયેન્દર મેટ્રો છે.

aa Cover bemabt1n02m2qlob8721uj6fq0 20181214014957.Medi 1 મોદી આજે મહારાષ્ટ્રમાં કરશે વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ્સ લોન્ચ, આ છે પ્રોજેક્ટ્સ
Prime Minister Narendra Modi to launch various development projects in Maharashtra today, These are the projects

આ સિવાય વડાપ્રધાન મોદી વિશાળ હાઉસિંગ સ્કીમ લોન્ચ કરવાનાં છે. આ સ્કીમ 18,000 કરોડ રૂપિયાની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ સ્કીમ દ્વારા 90,000 જેટલાં મકાન આર્થિક રીતે નબળાં લોકોને આપવામાં આવશે. આ મકાન નવી મુંબઈ ટાઉન પ્લાનિંગ ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) દ્વારા બનાવવામાં આવશે.

PMAY મોદી આજે મહારાષ્ટ્રમાં કરશે વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ્સ લોન્ચ, આ છે પ્રોજેક્ટ્સ
Prime Minister Narendra Modi to launch various development projects in Maharashtra today, These are the projects

આ સિવાય એક બીજી ઇવેન્ટમાં મોદી હિંજવાડી અને શિવાજીનગર વચ્ચે ત્રીજી મેટ્રો લાઈન માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ પુણે મેટ્રોપોલીટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) દ્વારા પબ્લિક – પ્રાઈવેટ ભાગીદારીનાં આધર પર લાગુ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી મુંબઈમાં રાજ ભવનમાં એક બુક લોન્ચ પણ કરવાનાં છે. જે બુક પ્રખ્યાત કાર્ટુનિસ્ટ આરકે લક્ષ્મણ પર આધારિત છે જેનું નામ છે ‘ટાઇમલેસ લક્ષ્મણ’.

images 1 મોદી આજે મહારાષ્ટ્રમાં કરશે વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ્સ લોન્ચ, આ છે પ્રોજેક્ટ્સ
File Photo