Not Set/ ગૌતમ ગંભીરે આપી ઓમર અબ્દુલ્લાને પાકિસ્તાન જવાની સલાહ

તાજેતરમાં જ બીજેપીમાં સામેલ થયેલા ગૌતમ ગંભીરે  નેશનલ કોંન્ફરન્સન  નેતા અને જમ્મુ –કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને પરોક્ષ રીતે પાકિસ્તાન જવા માટે કહ્યું છે. ક્રિકેટર ગૌતમ ગંભીરે  આ ટિપ્પણી એ બાબતે કરી હતી. જેમાં ઓમર અબ્દુલ્લા બોલ્યા હતા કે  તેમની પાર્ટી ફરી એક વાર જમ્મુ-કાશ્મીરમાં સ્વાયતતા બહાલ કરવાનો પ્રયત્ન કરશે અને ફરીથી એક વાર ત્યાં […]

India
gambhir ગૌતમ ગંભીરે આપી ઓમર અબ્દુલ્લાને પાકિસ્તાન જવાની સલાહ

તાજેતરમાં જ બીજેપીમાં સામેલ થયેલા ગૌતમ ગંભીરે  નેશનલ કોંન્ફરન્સન  નેતા અને જમ્મુ –કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને પરોક્ષ રીતે પાકિસ્તાન જવા માટે કહ્યું છે. ક્રિકેટર ગૌતમ ગંભીરે  આ ટિપ્પણી એ બાબતે કરી હતી. જેમાં ઓમર અબ્દુલ્લા બોલ્યા હતા કે  તેમની પાર્ટી ફરી એક વાર જમ્મુ-કાશ્મીરમાં સ્વાયતતા બહાલ કરવાનો પ્રયત્ન કરશે અને ફરીથી એક વાર ત્યાં વઝીર એ આઝમ (પ્રધાનમંત્રી) હોઈ શકે છે. ઓમરના આ ટ્વિટ બાદ ગૌમત અને ઓમર વચ્ચે ટવિટ ઉપર જ ગરમાગરમી થઈ હતી.

ગૌતમે વ્યંગ કરતું ટ્વિટ કર્યું હતું કે ઓમર અબ્દુલ્લા અહીં એક અલગ પ્રધાનમંત્રી ઇચ્છે છે અને હું  મહાસાગર પર ચાલવા માંગુ છે. ઓમર જમ્મુ કશ્મીરમાં અલગ પ્રધાનમંત્રી ઇચ્છે છે હું ઇચ્છું છું કે સૂઅર ઉડવા માંડે. તેમણે કહ્યું ઓમર તમારે થોડી ઉંઘ અને કડક કોફીની જરૂર છે અને આ પણ  ન સમજે તો તેમને લીલા પાકિસ્તાની પાસપોર્ટની જરૂર છે.

આથી ઓમરે ગૌતમ પર પલટવાર કરતા કહ્યું હતું કે મેં વધારે ક્રિકેટ નથી રમ્યું તેથી મને ખબર નથી કે  હું આ બાબતમાં સારો છું કે નહીં તમે જમ્મુ-કાશ્મીરના અસ્તિત્વ માટે નેશનલ કોન્ફરન્સની ભૂમિકા નથી જાણતા . તેમણે કહ્યુ કે ગૌતમ તમે ફક્ત આઇપીએલ પર જ ટ્વિટ કરો.