Winter/ હજુ પાંચ દિવસ ગુજરાત ઠુંઠવાશે ઠંડીમાં, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

કોરોનાકાળમાં ઠંડી વઘતા કેસ પણ વઘશે તેવી સૌથી દેહશતમાં ગુજરાત માટે મહત્વનાં અને કહી શકાય તે ટેન્શનનાં સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાનો હાહાકાર તો જોવામા આવી જ રહ્યો છે, પ

Top Stories Gujarat Others
winter 3533180 835x547 m હજુ પાંચ દિવસ ગુજરાત ઠુંઠવાશે ઠંડીમાં, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

@આયુષિ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

કોરોનાકાળમાં ઠંડી વઘતા કેસ પણ વઘશે તેવી સૌથી દેહશતમાં ગુજરાત માટે મહત્વનાં અને કહી શકાય તે ટેન્શનનાં સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાનો હાહાકાર તો જોવામા આવી જ રહ્યો છે, પરંતુ પાછલા દિવસો કરતા હાલ રાજ્યમાં ઠંડીનું પણ જોર અજોડ બનતુ જોવામા આવી રહ્યું છે. તો ગુજરાતમાં આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી છે. જેને લઈને હવે ઠંડી સહન કરવા માટે લોકોને તૈયાર થઈ જવું પડશે…

tahndi હજુ પાંચ દિવસ ગુજરાત ઠુંઠવાશે ઠંડીમાં, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

  • ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી
  • 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તાપમાન
  • સૌરાષ્ટ્ર- કચ્છમાં કોલ્ડવેવની આગાહી
  • કચ્છ,પોરબંદર,રાજકોટમાં જોવા મળે અસર
  • સુરેન્દ્રનગર સહિત શહેરોમાં થઇ શકે અસર

હવે લોકોને કકડતી ઠંડી સહન કરવા માટે તૈયાર થઈ જવું પડશે. હજી પણ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને હવે જોરદાર ઠંડી પડશે. તે મુજબ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડશે.તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ઠંડી પડશે. હાલ ન્યુનતમ તાપમાન છે તેના કરતા પણ બે ડિગ્રી કરતા ઓછું તાપમાન જઈ શકે છે…

Fact or fiction? Warmer weather slows down the coronavirus

અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. 10 ડિગ્રી સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે. ઉત્તર ગુજરાતમાંકમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વરસાદના કારણે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. લોકોએ સ્વેટરની સાથે રેઇનકોટનો પણ સહારો લીધો છે.

સતત ઠંડીના કારણે ઠારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 10 શહેરોમાં 10 કે 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. સતત ઠંડીની અસર જનજીવન પર પણ પડી રહી છે. દિવસ મોડો ઊગે છે અને રાત વહેલી પડે છે.બજારોમાં પણ સવારે 11 વાગ્યા પછી ચહલ-પહલ દેખાય છે. સાંજે બજારોમાં ભીડ ઓછી જોવા મળી રહી છે. ઠંડીથી રક્ષણ મેળવવા તાપણીની મોસમ શરૂ થઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…