Not Set/ ભારતીય વાયુસેના 21 મિગ-29 અને 12 સુખોઇ ખરીદવાની તૈયારીમાં, પાકિસ્તાનની વધી ચિંતા

લડાકુ વિમાનોની તંગીનો સામનો કરી ભારતીય વાયુસેના (આઈએએફ) આ તંગીને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. આઈએએફ 33 નવા લડાકુ વિમાનો ખરીદવાની દરખાસ્ત તૈયાર કરી રહી છે. આ દરખાસ્ત હેઠળ, એરફોર્સ 21 મિગ-29 અને 12 સુખોઇ 30 સહિત કુલ 33 લડાકુ વિમાન ખરીદવામાં આવશે. જો આઈએએફનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે તો તેની વ્યૂહાત્મક તૈયારીઓને પૂર્ણ […]

Top Stories India
67731638 647362352425338 8791779247890493991 n ભારતીય વાયુસેના 21 મિગ-29 અને 12 સુખોઇ ખરીદવાની તૈયારીમાં, પાકિસ્તાનની વધી ચિંતા

લડાકુ વિમાનોની તંગીનો સામનો કરી ભારતીય વાયુસેના (આઈએએફ) આ તંગીને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. આઈએએફ 33 નવા લડાકુ વિમાનો ખરીદવાની દરખાસ્ત તૈયાર કરી રહી છે. આ દરખાસ્ત હેઠળ, એરફોર્સ 21 મિગ-29 અને 12 સુખોઇ 30 સહિત કુલ 33 લડાકુ વિમાન ખરીદવામાં આવશે. જો આઈએએફનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે તો તેની વ્યૂહાત્મક તૈયારીઓને પૂર્ણ કરવામાં થોડી શક્તિ મળશે. ભારતીય વાયુસેનાની આ ખરીદી પાકિસ્તાનની ચિંતા અને બેચેનીને વધારે તેવી પૂરી સંભાવનાઓ છે.

1229954 ભારતીય વાયુસેના 21 મિગ-29 અને 12 સુખોઇ ખરીદવાની તૈયારીમાં, પાકિસ્તાનની વધી ચિંતા

સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સુત્રોનાં હવાલેથી જણાવ્યું છે કે, રક્ષા મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય બેઠક આગામી કેટલાક સપ્તાહમાં યોજાવાની છે અને આ બેઠકમાં એરફોર્સ તરફથી લડાકુ વિમાનો ખરીદવાની દરખાસ્ત લાવવામાં આવી શકે છે. સુત્રો કહે છે કે, વિવિધ અકસ્માતોને કારણે એરફોર્સનાં ફાઇટર એરક્રાફ્ટની સંખ્યા ઓછી થઇ છે. વાયુસેનામાં 12 સુખોઈ એમકેઆઈ લડાકુ વામાનોને શામેલ કરીને આ ખામીને દૂર કરવાની યોજનાઓ બની રહી છે. એટલું જ નહી, આ 12 વધારાનાં સુખોઇ વિમાન એરફોર્સને તેના 277 સુખોઇ એમકેઆઈ કાફલાને જાળવવામાં મદદ કરશે.

1 img129819200644 ભારતીય વાયુસેના 21 મિગ-29 અને 12 સુખોઇ ખરીદવાની તૈયારીમાં, પાકિસ્તાનની વધી ચિંતા

ભારતીય વાયુસેનાં રશિયા પાસેથી 21 મિગ-29 લડાકુ વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે. વાયુસેનાએ નવા લડાકુ વિમાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મિગ-29 ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે, યોજના મુજબ ખરીદેલા મિગ-29 ને આધુનિક ટેકનિકથી સજ્જ અને અપગ્રેડ કરવામાં આવશે. મિગ-29 પહેલાથી જ આઈએએફનાં કાફલામાં છે. મિગ-29 નો રડાર અને અન્ય સાધનો પણ આધુનિક ધોરણોને અનુરૂપ રહેશે.

1550759092 sukhoi 30 ભારતીય વાયુસેના 21 મિગ-29 અને 12 સુખોઇ ખરીદવાની તૈયારીમાં, પાકિસ્તાનની વધી ચિંતા

સુત્રો કહે છે કે, આ વિમાનોની ખરીદી માટેની વાતચીત આગળ વધી ગઈ છે અને વાયુ સેના વહેલી તકે સોદાને અંતિમ સ્વરૂપ આપવાની વિચારણા કરી રહ્યું છે. ભારતીય વાયુસેનાનાં પાઇલટ મિગ-29 ઉડાવતા આયા છે પરંતુ રશિયા દ્વારા આપવામાં આવતું આ લડાકુ વિમાન ભારતીય વાયુસેનામાં પહેલેથી જ સામેલ મિગ-29 કરતાં થોડુંક અલગ છે. નેવી પણ મિગ-29 ‘કે’ ઉડાવે છે પરંતુ ફાઇટર એરક્રાફ્ટ સાથે તેનો અનુભવ સારો નથી. એવું કહેવામાં આવે છે કે આ લડાકુ વિમાનની ગોઠવણી વિમાનવાહક જહાજમાં ઉતર્યા પછી તરત બદલાઈ જાય છે. ભારતીય વાયુસેનામાં મિગ-29 નાં ત્રણ સ્ક્વોડ્રન હોય છે જેને સમય સમય પર અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેઓ ભારતીય વાયુ સેના માટે ખૂબ સારા વિમાન માનવામાં આવે છે.

b54a04ab61177f3dec9679e3b621e949 ભારતીય વાયુસેના 21 મિગ-29 અને 12 સુખોઇ ખરીદવાની તૈયારીમાં, પાકિસ્તાનની વધી ચિંતા

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓને જોઇ કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનને દિવસે સપનાઓ આવે તતો કોઇ નવાઇ નહી. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનનાં મોટા નંતાઓ યુદ્ધને લઇને બેખોફ બોલી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આજની તારીખમાં જો કોઇ દેશ નથી ઇચ્છતુ કે યુદ્ધ થાય પરંતુ જો કોઇ વિકલ્પ ન બચે તો યુદ્ધ થઇ શકે છે. જો કે હવે જે પણ યુદ્ધ થશે તેમા કોઇની જીત થશે નહી, હા ચોક્કસપણે પાકિસ્તાનનો નકશો દુનિયાનાં નકશામાંથી જરૂર જતો રહેશે પરંતુ તેની સૌથી વધુ અસર ભારતનાં મોટા ભાગને પડતા દેશ 20થી 25 વર્ષ પાછળ જઇ શકે છે તેવુ જાણકારોનું કહેવુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.