Not Set/ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

કોરોનાના કારણે મંદીનો માર વેઠી રહેલી હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે મુખ્યમંત્રી રૂપાણીએ ખરેખર મોટી રાહત આપનારો નિર્ણય કર્યો છે. કોરોનાની માર્ગદર્શિકા અને કોરોના માટેના ડર બંનેના કારણે હોટલ

Top Stories Gujarat
hotel and resort ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

કોરોનાના કારણે મંદીનો માર વેઠી રહેલી હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે મુખ્યમંત્રી રૂપાણીએ ખરેખર મોટી રાહત આપનારો નિર્ણય કર્યો છે. કોરોનાની માર્ગદર્શિકા અને કોરોના માટેના ડર બંનેના કારણે હોટલ ઉદ્યોગને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ એક સમયે અસંખ્ય લોકોને રોજગારી પૂરી પાડી રહેલો હોટેલ ઇન્ડસ્ટ્રીઝને મોટુ પ્રોપર્ટી ટેક્સ ભરવાના કારણે પડયા પર પાટુ મારવા જેવી સ્થિતિ ઉપસ્થિત થાય તેમ હતી. પરંતુ રાજ્યની હોટલ ઈન્ડસ્ટ્રીઝને વહારે મુખ્યમંત્રી આવતા કોર કમિટીની મળેલી બેઠકમાંહવે તેઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

cor meeting 1 ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

APPLE BITE MULTICUISINE RESTAURANT AND CAFE, Rajkot - Menu, Prices &  Restaurant Reviews - Tripadvisor

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રી એ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

kalmukho str 5 ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ