Not Set/ પાલનપુર/ મકાનની દિવાલ ધરાશાયી થતાં 11 મજૂરો દટાયા,બે બાળકો સહિત ત્રણનાં મોત

રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ઘણીવાર દુર્ઘટનાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ ર્ક દુર્ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકામાં આવેલ સેજલપુરા ગામમાં આજે સવારમાં એક જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં 11 લોકો મકાનના કાટમાળમાં દટાયા હતા. જેમાંથી 3 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ […]

Gujarat Others
9d9bd6d2ea834d30a7a9b0aef77c6919 પાલનપુર/ મકાનની દિવાલ ધરાશાયી થતાં 11 મજૂરો દટાયા,બે બાળકો સહિત ત્રણનાં મોત

રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ઘણીવાર દુર્ઘટનાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ ર્ક દુર્ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકામાં આવેલ સેજલપુરા ગામમાં આજે સવારમાં એક જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં 11 લોકો મકાનના કાટમાળમાં દટાયા હતા. જેમાંથી 3 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.

આ દટાયેલા લોકોને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

દુર્ઘટનાને કારણે પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ તથા મામલતદાર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં.સેજલપુરા ગામમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં એમાં રહેલ મજૂરો તેમજ બાળકો દટાઈ ગયા હતા. ત્યાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 11 પૈકી ઘણાં દટાયેલને કાટમાળમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોતનો આંકડો વધવાની શકયતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.