વિરોધ/ પશુ સંરક્ષણ નિયમને લઈ માલધારી સમાજમાં આક્રોશ, કાયદાને કાળા કાયદા સમાન ગણાવ્યો

રાજ્ય સરકાર દ્વારા પશુ સંરક્ષણને લઈ નવા કાયદા ની અમલવારી કરવામાં આવી છે જે કાયદાને કાળા કાયદા સમાન ગણી ધંધુકા મામલતદાર ને આવેદનપત્ર આપી કાયદો રદ કરવા રજુઆત કરાઈ

Gujarat Others
પશુ સંરક્ષણને
  • પશુ સંરક્ષણ નિયમ
  • માલધારી સમાજમાં આક્રોશ
  • કાયદાને કાળા કાયદા સમાન ગણાવ્યો
  • મામલતદારને આવેદન આપ્યું
  • કાયદો રદ્દ કરવાની માંગણી

રાજ્ય સરકાર દ્વારા પશુ સંરક્ષણ ને લઈ નવા કાયદા ની અમલવારી કરવામાં આવી છે જે કાયદાને માલધારી સમાજ દ્વારા કાળા કાયદા સમાન ગણાવવામાં આવ્યો છે.માલધારી સમાજ દ્વારા ધંધુકા મામલતદાર ને આવેદનપત્ર આપી કાયદો રદ કરવા રજુઆત કરવામાં આવી હતી.

ધંધુકા ખાતે આજ રોજ તા.4 એપ્રિલે ધંધુકા પંથક ના માલધારી સમાજ દ્વારા સરકાર દ્વારા લાગુ કરાયેલ નવા પશુ સંરક્ષણ વિધેયક મામલે પશુ પાલકો ને અનેક પ્રકાર ની તકલીફો નો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થતા આ કાયદા ને કાળા કાયદા સમાન ગણી અને વિરોધ દર્શાવામાં આવ્યો હતો જેને લઈ ધંધુકા પંથક ના માલધારીઓ અને પશુપાલકો દ્વારા ધંધુકા મામલતદાર ને કાયદામાં વિસંગતાઓ હોઈ કાયદો રદ કરવાની રજુઆત કરી આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું.સમગ્ર રજુઆત ને લઈ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી માલધારી સમાજ ની રજુઆત ને ઉચ્ચ કક્ષા એ મોકલી આપી હતી. મોટી સંખ્યા માં માલધારી સમાજ આવેદન આપવા માં જોડાયો હતો.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રખડતા પશુ સંદર્ભે એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારે સુનાવણી દરમિયાન સરકારે ખાતરી આપી હતી કે તેને નાથવા માટે બજેટસત્રમાં કાયદો લાવવામાં આવશે.

એક અનુમાન પ્રમાણે ગુજરાતમાં લગભગ 50 લાખ માલધારીઓ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં તેમની નારાજગીને અવગણવી સત્તારૂઢ ભાજપ માટે મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો : ખેતીમાં વીજળી ન મળતા કોંગ્રેસ પાર્ટીનો હલ્લાબોલ કાર્યક્રમ, GEB કચેરીને તાળાબંધી કરવાની ઉચ્ચારી ચીમકી

આ પણ વાંચો : વિદ્યાસહાયક ઉમેદવારોની સચિવાલય તરફ ઉમેદવારની કુચ, ગેટ નંબર 1 પર કર્યો ચક્કાજામ

આ પણ વાંચો :હરામીનાળાથી એક પાકિસ્તાની બોટ ઝડપાઇ, એક બોટ ભાગવામાં થઈ સફળ

આ પણ વાંચો :લો બોલો! જે યુવાનની હત્યાના આરોપમાં બે શખ્સ જેલમાં હતા તે જીવતો નીકળ્યો