Not Set/ ભારે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના બે હિન્દુ યુગલે ભારત આવી લગ્ન કર્યા

ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં રહેતા બે હિન્દુ કપલે ભારતમાં આવીને લગ્ન કર્યા છે. મળતી માહિતી મુજબ, શનિવારે ગુજરાતમાં આ કપલના લગ્ન થયા હતા. તેમના લગ્ન રાજકોટના મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બંને કપલ પાકિસ્તાનના કરાચીમાં રહેતા હતા. આ બંને કપલ મહેશ્વરી સમાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કપલનું […]

Top Stories Gujarat Rajkot
aaaaamm 16 ભારે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના બે હિન્દુ યુગલે ભારત આવી લગ્ન કર્યા

ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં રહેતા બે હિન્દુ કપલે ભારતમાં આવીને લગ્ન કર્યા છે. મળતી માહિતી મુજબ, શનિવારે ગુજરાતમાં આ કપલના લગ્ન થયા હતા. તેમના લગ્ન રાજકોટના મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બંને કપલ પાકિસ્તાનના કરાચીમાં રહેતા હતા. આ બંને કપલ મહેશ્વરી સમાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કપલનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેમના સમુદાયને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

તેમનું કહેવું છે કે હિન્દુઓ પાકિસ્તાનમાં રહે છે, પરંતુ તેઓને હંમેશાં જીવનું જોખમ રહે છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં તેમને તેમના લગ્ન એકદમ સામાન્ય રીતે કરવા પડ્યા હોત. તેઓ ભારતની જેમ પાકિસ્તાનમાં શાનદાર રીતે લગ્ન કરી શકતા ન હોત.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકોટ મહેશ્વરી સમાજના પ્રમુખ ભાવેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સંગઠને પાકિસ્તાનના 90 થી વધુ યુગલોના લગ્ન કરવામાં મદદ કરી છે અને પછીથી તેમને ભારતમાં સ્થાયી થવામાં પણ મદદ કરી છે. તેમણે જણાવ્યું કે આ યુગલો મોટાભાગના કરાચીના રહેવાસી છે.

આપને જણાવી દઈએ કે  જમ્મુ-કાશ્મીર મુદ્દાને લઈને હચમચી ગયેલા પાકિસ્તાન જે કરી શકે છે તે કરી રહ્યું છે, પરંતુ તેને બધેથી નિરાશા મળી રહી છે. ભારતીય સંચાલિત કાશ્મીરમાંથી આર્ટિકલ 37૦ અને35 A ને હટાવવાથીકાશ્મીર મુદ્દે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર લખ્યો હતો, ત્યારબાદ યુ.એન. મળ્યા હતા અને ચીન સિવાય બીજા કોઈએ પાકિસ્તાનને સ્પોર્ટ નથી આપ્યો. જ્યારે યુ.એસ., રશિયા અને ફ્રાન્સ જેવા મોટા દેશો ભારત સાથે ઉભા છે.

આટલું બધું થયા પછી પણ પાકિસ્તાન સમજી શક્યું નથી. હવે તે વિશ્વના તેના તમામ દૂતાવાસોમાં કાશ્મીર ડેસ્ક ખોલશે. આ ડેસ્કના માધ્યમથી તે આખી દુનિયાને કહેશે કે કાશ્મીરીઓ ઉપર કેવી રીતે  અત્યાચાર કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.