ગુજરાત/ અમદાવાદીઓને મળશે નવું નજરાણું : પીએમ દ્વારા નવ નિર્માણ ફૂટ ઓવર બ્રીજનું થશે ઓકાર્પણ

ફૂટ ઓવર બ્રીજનું લોકાર્પણ કરશ.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફુટ ઓવર બ્રીજ કે જેને અટલબીહારી બ્રીજ નામ આ પવામા આવ્યું છે તેના લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન પાસે તારીખ માંગવામા આવી હતી.

Top Stories Ahmedabad Gujarat
ફૂટ ઓવર બ્રીજ

અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફૂટ ઓવર બ્રીજ આગામી 27 ઓગસ્ટનાં રોજ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામા આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. Riverfront પર ખાદીના કાર્યક્રમમાં વડા પ્રધાન આવવાના છે ત્યારે તેઓ ફૂટ ઓવર બ્રીજનું લોકાર્પણ કરશ.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફુટ ઓવર બ્રીજ કે જેને અટલબીહારી બ્રીજ નામ આ પવામા આવ્યું છે તેના લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન પાસે તારીખ માંગવામા આવી હતી.બ્રીજ તૈયાર થઈ ગયા પછી પણ ભાજપ દ્વારા લોકાર્પણ નહીં કરતા  થોડા સમય પહેલા વિપક્ષ દ્વારા લોકાર્પણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા નદી પર ફુટ ઓવર બ્રીજ.સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત એલીસબ્રીઝ અને સરદાર બ્રીઝની વચ્ચે રુપિયા 74,29,78,406ના ખર્ચે  આ બ્રીઝ તૈયાર કરવામા આવ્યો છે  આ ફુટ ઓવર બ્રીજ બનવાથી લોકો નદીના એક છેડેથી બીજા છેડે ટ્રાફીકની ઝંઝટ વિના ચાલતા જઇ શકશે.વીદેશમા જોવા મળતા ફુટ ઓવર બ્રીજ જેવો બ્રીજ બનાવાનો મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે.અને આથી લોકોને વિદેશમા કોઇ બ્રીજ પર ચાલતા હોય તેવો અહેસાસ થશે.

ફુટ ઓવર બ્રીઝની લંબાઇ-300 મીટર અને પહોળાઇ -10થી 14 મીટર છે.તેને બનાવા માટે સ્ટીલનો ઉપયોગ કરાયો છે.રંગબેરંગી લાઇટોથી રાતે તે ઝગમગશે. બ્રીજની પર બેઠક વ્યવસ્થા હશે જેથી ચાલીને થાકેલા મુલાકાતીઓ રેસ્ટ પણ કરી શકશે.જોકે ફુટ ઓવર બ્રીજની મજા માણવા માટે તમારે નક્કી કરેલી રકમ ચુકવવી પડશે.અન્ય આકર્ષણોની જેમ ફુટ ઓવર બ્રીજની ફી નક્કી કરવામા આવશે.

આ પણ વાંચો : શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો

આ પણ વાંચો :પ્લેઈંગ ઈલેવનમાં આવવા ઈચ્છુક આ ખેલાડીને કેએલ રાહુલે આપી તક

આ પણ વાંચો : 25 વર્ષ કોંગ્રેસને આપ્યા બાદ મહેન્દ્રસિંહ બારૈયાના ભજપમાં જોડવાથી શું થશે ફાયદો