Video/ હિના ખાને આ કારણે મેકઅપ મેનને માર્યો થપ્પડ, વીડિયો થયો વાયરલ

હિના ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફની રીલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હિના ખાન લિપસ્ટિક લગાવતી જોવા મળી રહી છે.

Entertainment
હિના ખાને

અભિનેત્રી હિના ખાનને હવે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરિયરની શરૂઆત કરીને દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. એક્ટ્રેસનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેમાં તે પોતાના મેકઅપ મેનને થપ્પડ મારતી જોવા મળે છે. આ જોઈને તેના ચાહકો દંગ રહી ગયા છે.

હકીકતમાં, હિના ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફની રીલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હિના ખાન લિપસ્ટિક લગાવતી જોવા મળી રહી છે. જ્યારે તેનો મેકઅપ આર્ટિસ્ટ તેના હાથમાંથી લિપસ્ટિક છીનવી લે છે ત્યારે તે હજુ પણ લિપસ્ટિક લગાવી રહી છે. જેના પર અભિનેત્રી એટલી ગુસ્સે થઈ જાય છે કે તે તેના મેકઅપ મેનને થપ્પડ મારી દે છે.

https://www.instagram.com/reel/Chg59wLNGZd/?utm_source=ig_embed&ig_rid=e3c570e3-9c64-4d1c-9abc-4efe72a28372

આ પછી તે કહે છે, ‘આઈંદા ઐસા મજાક કિયા ના તો મુંહ તોડ દુંગી તેરા’ અભિનેત્રીના આ ફની રીલ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો શેર કર્યાના થોડા જ સમયમાં વીડિયોને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. આપને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 94 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવ સાથે સેલ્ફી લેવા ICU માં ઘૂસ્યો અજાણ્યો શખ્સ, AIIMS એ લીધા આ પગલાં

આ પણ વાંચો:જાણો કેમ અચાનક ટ્વિટર પર ટ્રેન્ડ થઈરહ્યું #Ritamaa, સિદ્ધાર્થ શુક્લા સાથે શું છે કનેક્શન

આ પણ વાંચો:હોસ્પિટલમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી ‘તારક મહેતા…’ની બબીતાજી, વાયરલ ફોટો જોઈને બધા ચોંકી ગયા