Not Set/ જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

એક જમાનામાં તેમનો ક્રેઝ એવો હતો કે ક્યારેક તેમની ગાડીથી ઊડતી ધૂળને પણ ફેન્સ ઉઠાવી લેતા હતા. સ્ટુડિયોમાં તેમની ગાડીને છોકરીઓ કિસ કરી લેતી હતી.

Trending Entertainment
A 307 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાને પ્રેમ કરનારનું લિસ્ટ ઘણું લાંબુ છે. ફિલ્મી શેરીઓમાં તેમને લઈને કેટલા કિસ્સાઓ તો સામાન્ય છે. એક જમાનામાં તેમનો ક્રેઝ એવો હતો કે ક્યારેક તેમની ગાડીથી ઊડતી ધૂળને પણ ફેન્સ ઉઠાવી લેતા હતા. સ્ટુડિયોમાં તેમની ગાડીને છોકરીઓ કિસ કરી લેતી હતી. અમુક છોકરીઓ તેના લોહીથી લેટર લખતી હતી. આ ગાંડપણ જ હતું પણ આનાથી તેમની પોપ્યુલારિટીની ખબર પડે છે. પરંતુ આ દરમિયાન કાકાનું દિલ આવ્યું અભિનેત્રી અંજુ મહેન્દ્રુ પર. એક સમય એવો હતો જ્યારે ફિલ્મી શેરીઓમાં બંને વચ્ચે પ્રેમની વાતો સાંભળવા મળી. પરંતુ તે પછી કંઈક એવું બન્યું કે તેમના સાત વર્ષ જુના સંબંધોને તોડ્યા પછી રાજેશે ડિમ્પલનો હાથ થામ્યો હતો.

A 309 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

અંજુ વિશે એવું કહેવામાં આવે છે કે તેણે માત્ર 13 વર્ષની વયે જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ વધારે સફળતા મળી નથી. અંજુ એક મોડેલ હતી અને હિરોઇન બનવા માંગતી હતી, આ દરમિયાન તેણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. આ સાથે જ તે ઘણી ફિલ્મોમાં સાઇડ રોલ કરતી પણ જોવા મળી હતી.

લિવ-ઇનમાં રહેતા હતા બંને

60 ના દાયકામાં, જ્યારે રાજેશ ખન્ના બોલિવૂડમાં પોતાનું નામ કમાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે અંજુ પણ સ્ટ્રગલર તરીકે કામ કરતી હતી. બંને મળ્યા. બંને પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને તે સમયગાળા દરમિયાન બંનેએ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હતું.

A 310 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

રાતોરાત સ્ટાર બની ગયા રાજેશ

ઘણી ફિલ્મોના ફ્લોપ પછી, એક દિવસ એવો પણ આવ્યો જ્યારે રાજેશની ફિલ્મ ‘આરાધના’એ તેમને રાતોરાત સ્ટારનો દરજ્જો આપ્યો. તે યુવાન હૃદયના હાર્ટથ્રોબ બન્યા અને ડિરેક્ટરની પ્રથમ પસંદગી બની ગયા.

એવું કહેવાય છે કે રાજેશ ઇચ્છતા હતા કે અંજુ હંમેશા તેની સાથે રહે. શૂટિંગ દરમિયાન પણ તે તેને તેમની સાથે જોવા માંગટા હતા, ઘણી વખત જો અંજુ સાથે ન હોય તો તે બંને વચ્ચે દલીલ થવા લગતી. ધીરે ધીરે, રાજેશની આ બાબતો અંજુને નાપસંદ થવા લાગી કારણ કે તે પોતાને એક સફળ અભિનેત્રી તરીકે સ્થાપિત કરવા માંગતી હતી પરંતુ રાજેશ આવું કરવા માંગતા ન હતા.

A 311 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

પૂરો થયો પ્રેમ

અંજુ અને રાજેશ વચ્ચેના સંબંધોમાં અણબનાવ વધવા લાગ્યા હતા, તો બીજી તરફ રાજેશ ખન્નાની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા લાગી હતી. ફિલ્મો ફ્લોપ થવાને કારણે રાજેશ ખન્નાનો સ્વભાવ બદલાવા લાગ્યો. તેમના ગુસ્સાને કારણે અંજુ માટે તેમની સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું.

જયારે ડિમ્પલને મળ્યા તો…

તે દરમિયાન રાજેશ હિટ હતા અને ડિમ્પલે બોલિવૂડમાં જબરદસ્ત હિટ એન્ટ્રી કરી હતી. આવી સ્થિતિમાં ડિમ્પલ સાથેની પહેલી મીટિંગમાં રાજેશ તેના માટે દિવાના થઈ ગયા. ડિમ્પલ અને રાજેશની નિકટતા અખબારના પહેલા પાના પર દેખાવા લાગી અને આખરે અંજુ રાજેશથી અલગ થઇ ગઈ.

A 312 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

બાદમાં ડિમ્પલ અને રાજેશના 1972માં તેમનાં લગ્ન થયાં. આ તે સમયના સૌથી મોટા ન્યૂઝ હતા. કારણકે બધા જાણતા હતા કે અંજુ મહેન્દ્ર સાથે કાકાની લવ સ્ટોરી ચાલી રહી હતી, પણ ‘બોબી’ ગર્લ ડિમ્પલ સાથે લગ્ન કરીને રાજેશ ખન્નાએ બધાને ઝાટકો આપ્યો હતો. લગ્ન સમયે જાન જાણીજોઈને પોતાની ગર્લફ્રેન્ડના ઘરની સામેથી લઇ જવામાં તેમને કોઈ વિચિત્ર સુખ મળ્યું. તેમનું વર્તન અમુકવાર અણસમજુ જેવું હતું. તે પણ તેમના વ્યક્તિત્ત્વનો એક ભાગ હતો.

A 308 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

મહમૂદ ‘જનતા હવલદાર’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમાં રાજેશ ખન્નાને કાસ્ટ કરવામાં આવ્યા. એક દિવસ મહમૂદ તેમના ફાર્મહાઉસ પર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યાં મહમૂદનો એક દીકરો રાજેશને મળ્યો અને સીધો દુઆ સલામ કરીને નીકળી ગયો. રાજેશ આનાથી નારાજ થઇ ગયો કે માત્ર હેલ્લો કેમ કહ્યું? ત્યારબાદ રાજેશ ખન્ના સેટ પર લેટ આવવા લાગ્યા.

શૂટિંગમાં રોજ મોડું થતા મહમૂદને ગુસ્સો આવ્યો. તે ફિલ્મના ડિરેક્ટર પણ હતા અને એક્ટર પણ. એક દિવસ તેમણે બધા સામે રાજેશ ખન્નાને લાફો મારી દીધો. તેમણે રાજેશને કહ્યું, ‘તમે સુપરસ્ટાર હશો તમારા ઘર પર, મેં ફિલ્મ માટે તમને પૂરા પૈસા આપ્યા છે તો તમારે મારી ફિલ્મ સમયસર પૂરી કરવી જ પડશે.’

A 313 જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

રાજેશ ખન્નાએ પોતાના કરિયરમાં 180 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 163 ફીચર ફિલ્મો અને 17 શોર્ટ ફિલ્મો હતી. અદભુત એક્ટિંગ માટે તેમને ત્રણવાર ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. તે અવોર્ડ માટે 14 વખત નોમિનેટ પણ થયા છે. આ સિવાય ઇન્ડિયન સિનેમામાં યોગદાન આપવા માટે ઘણા અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 18 જુલાઈ, 2012ના રોજ રાજેશ ખન્ના આ દુનિયા છોડીને જતા રહ્યા.