સુરતના ડીંડોલીમાં એક બુટલેગરનાં આતંકથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ બુટલેગર વિસ્તારની જ એક સોસાયટીમાં રહેતી મહિલાને ઘણા સમયથી પરેશાન કરતો હતો. જેથી મહિલાનાં પરિવારજનોએ ઠપકો આપતા બુટલેગર ઉશ્કેરાયો હતો.અને તેણે ઘરની બારીઓ અને દરવાજાને પથ્થરમારો કરી નુકશાન પહોચાડ્યું હતું. મહિલાએ ડીંડોલી પોલીસ મથકમાં તેના ફરિયાદ નોંઘાવતા પોલીસે બુટલેગરની અટકાયત કરી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના ડીંડોલી વિસ્તારની સોસાયટીમાં એક બુટલેગરનો છેલ્લા કેટલાક સમયથી આતંક છે. આ બુટલેગરે ગત મોડીરાત્રે એક મહિલાના મકાન તેમજ આસપાસ પડેલા વાહનો પર પથ્થરમારો કર્યો હતો, આ પથ્થરમારાની ઘટનામાં મહિલાના ઘરની બારીઓ,દરવાજાને નુકશાન પહોંચ્યું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ડીંડોલી વિસ્તારનો બુટલેગર રાજકુમાર યાદવ તેની નજીકની સોસાયટીમાં જ રહેતી એક મહિલાને છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. બુટલેગરના ત્રાસથી ત્રસ્ત થયેલી મહિલાના પરિવારજનો પણ કંટાળી ગયા હતા. જેથી મહિલાના પરિવારજનોએ બુટલેગરને ઠપકો આપ્યો હતો. મહિલાના પરિવાર તરફથી પોતાને ઠપકો મળતા બુટલેગર ઉશ્કેરાયો હતો.
આથી ઉશ્કેરાયેલા આ બુટલેગર રાજકુમાર યાદવ ગઈકાલે શનિવારે રાત્રે મહિલાના ઘરે અઆવ્યો હતો આને તેણે હંગામો મચાવ્યો હતો. બુટલેગર અને તેના સાગરિતોએ મહિલાના ઘર પર પથ્થરમારો કર્યો હતો, એટલું જ નહીં, તેના મકાનની આસપાસ પડેલા વાહનોને પણ તોડફોડ કરી હતી. બુટલેગરે કરેલા પથ્થરમારામાં મહિલાના મકાનના બારી-બારણાં અને દરવાજાને નુકશાન થયું હતું. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટના અંગે મહિલાએ ડીંડોલી પોલીસ મથકમાં બુટલેગર સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે લઈને કાર્યવાહી હાથ ધરી છે. જેના અંતર્ગત પોલીસે બુટલેગર રાજકુમાર યાદવની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.