Ahmedbad-Traffic Police/ પાંજરાપોળ વિસ્તારમાં  હેડ કોન્સ્ટેબલ વાહન સાથે ટક્કર વાગતા થયા બેભાન, હોસ્પિટલમાં સારવાર હેઠળ

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં  હેડ કોન્સ્ટેબલ વાહન સાથે ટક્કર વાગતા બેભાન થયા. સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 03 27T161511.074 પાંજરાપોળ વિસ્તારમાં  હેડ કોન્સ્ટેબલ વાહન સાથે ટક્કર વાગતા થયા બેભાન, હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદ : શહેરના પાંજરાપોળ વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ વાહન સાથે ટક્કર વાગતા બેભાન થયા. સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આજરોજ આઈ ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન તા.27/3/2024 સવારની શિફ્ટ માં પાંજરાપોળ ચાર રસ્તા એસ.પી.રીંગ રોડ ખાતે  હેડકોન્સ્ટેબલ  જયેન્દ્રસિંહ કાળુંસિંહ બેભાન થયા. હેડકોન્સ્ટેબલ  જયેન્દ્રસિંહ કાળુંસિંહનો બેચ નંબર  6027 છે. તેઓ  અન્ય કોન્સ્ટેબલ ખુમાનસિંહ દાનાભાઈ, પોકો વિક્રમસિંહ રાજભાઈ, તથા દશરથજી રાજેશકુમાર વગેરે સ્ટાફના માણસો સાથે પાંજરાપોળ ચાર રસ્તા ખાતે ફરજ ઉપર હાજર હતા.

દરમિયાન સવારે 10.15 વાગ્યાના અરસામાં એક આઇસર ગાડી નંબર HR-39-E8916ઓઢવ તરફથી  વસ્ત્રાલ મેઇન રોડ તરફ જઈ રહી હતી. એ જ સમયે એક કાકા જેમનું નામ મહેશકુમાર જાની અને ઉંમર વર્ષ 48 છે તેઓ પોતાના સફેદ કલરની એકટીવા ગાડી લઈ ઓઢવ તરફથી સર્વિસ રોડ થઈ પાંજરાપોળ ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા. ત્યારે પાંજરાપોળ ચાર રસ્તા ખાતે  ઉપરોક્ત આઈસર ગાડી સાથે ટક્કર વાગતા રોડ ઉપર પડી જતા તેમને જમણા હાથે તેમ જ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ બેભાન થઈ ગયા હતા. કોન્સ્ટેબલના શ્વાસ બંધ થયા તેમજ ગંભીર ઇજાપામતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને  જાણ કરવામાં આવી. એમ્બુયલન્સ આવે ત્યાં સુધી ચાર રસ્તા પર હાજર ટ્રાફિક પોલીસ દ્વારા કોન્સ્ટેબલને સી.પી.આર આપતા શ્વાસ ચાલુ થઈ ગયા. છતાં તેમને વધુ સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. હાલ હેડકોન્સ્ટેબલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત