Consultancy/ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

મહેસાણામાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ ઉમિયા ધામ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું ધારાસભ્ય હતો ત્યારે જે વ્યક્તિ આવે તે મને સલાહ આપતી હતી. હું પોતે પણ જાણું છું કે હું કંઈ સર્વજ્ઞ નથી, પણ જે લોકોને ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો પણ મને સલાહ આપતા હતા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 03 27T094339.893 પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

મહેસાણાઃ મહેસાણામાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ ઉમિયા ધામ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું ધારાસભ્ય હતો ત્યારે જે વ્યક્તિ આવે તે મને સલાહ આપતી હતી. હું પોતે પણ જાણું છું કે હું કંઈ સર્વજ્ઞ નથી, પણ જે લોકોને ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો પણ મને સલાહ આપતા હતા. આવા લોકો ઘરે બેઠા હોયને પત્ની એમ કહે કે મને પાણી આપો તો પત્ની પણ એમ કહેતી હોય કે જાતે લઈ લો એવા લોકો મને સલાહ આપતા હતા.

કોઈ વ્યક્તિ પ્રોફેસર હોય અને સલાહ આપે તે સમજી શકાય છે. કોઈ વ્યક્તિએ તેના ફિલ્ડમાં કંઇક પ્રદાન કર્યુ હોય અને તે સલાહ આપે તો પણ સમજી શકાય. મારું કહેવું છે કે સલાહ આપનારમાં પણ ક્ષમતા હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે નીતિન પટેલ એક સમયે મહેસાણાં લોકસભા બેઠક માટે ટિકિટના દાવેદાર ગણાતા હતા, પરંતુ પછી તેમણે પક્ષના દબાણના લીધે તેમનું નામ પરત ખેંચ્યું હતું. એક સમયે તેઓ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા, પરંતુ વિજય રૂપાણીનું નામ છેલ્લી ઘડીએ આવતા તેમણે નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો હતો. મુખ્યમંત્રી ન બની શકવાનો અસંતોષ તેમને રહી ગયો છે. આમ છતાં પણ તે સ્વીકારે છે કે પક્ષના કાર્યકર તરીકે પક્ષે મને ઘણું આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર