ઇસ્લામિક દેશોનાં સંગઠન દ્રારા કાશ્મીરનાં કેસમાં ખાસ દૂતની નિમણૂક કરવામાં આવી છે. આવું માનવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચે ખટરાગ અને ઈરાન સામે ગલ્ફની ખાડીમાં ઉભા થયેલા યુધ્ધનો ખતરો અને ખાડી દેશોની સુરક્ષાને લઇને પાકિસ્તાન આર્મી પર આ દેશોની નિર્ભરતાએ મામલે નિર્ણયક ભૂમિકા ભજવી છે.
ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રી એટલે કે OIC દ્વારા કાશ્મીરનાં વર્ષોથી સળગતા પ્રશ્નને ઘ્યાને રાખી ખાસ દૂતની નિમણૂક કરવામાં આવી છે. OICની છેલ્લા સપ્તાહમાં મક્કામાં યોજાયેલ કોન્ફરન્સમાં સાઉદી અરેબિયાનાં યુસુફ એલ્ડોબીને જમ્મુ-કાશ્મીર માટે OIC તરફથી વિશેષ નિરીક્ષક નિયુક્ત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આ એજ ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રી છે જેણે ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમિરાતમાં OIC પરિષદના મુખ્ય મહેમાન તરીકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને બોલાવ્યા હતા. OIC દ્રારા પ્રથમવાર ભારતને, પાકિસ્તાનની અવગણનાં કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મામલે પાકિસ્તાને વિરોધ નોંધાવી પરિષદનો બહિષ્કાર પણ કર્યો હતો અને OICનાં દરેક સત્રમાં ભારતની છબીને મલિન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો,
ઉલ્લેખનીય છે કે OIC સમિટમાં સાઉદી અરેબિયા ઉપરાંત યજમાન, યુએઇએ પાકિસ્તાનનો આતંકવાદ અને કાશ્મીર મામલે વિરોધ કર્યો હતો. પરંતુ હવે ETને જાણ થઇ છે કે કાશ્મીર મુદ્દા પર ખાસ દૂત નિયુક્ત કરવાનો નિર્ણય 57 સભ્ય દેશો દ્નારા કાશ્મીર મુદ્દા પર રચાયેલા OIC સંપર્ક સમિતી દ્રારા કરવામાં આવ્યો છે. ઘણા OIC સભ્યોએ આ નિર્ણય પર તટસ્થ વલણ અપનાવ્યું હતું. તો OICનાં મુખ્ય દેશો દ્રારા પાછલા કેટલાક વર્ષોમાં કાશ્મીર માટે ખુલ્લી રીતે કંઈક કહેવાનું ટાળ્યું હતું. ગલ્ફની ખાડી અને ગલ્ફ દેશોમાં પ્રવર્તમાન સમય અને સમસ્યાને ધ્યાનમાં રાખી પાકિસ્તાની સૈન્યની મોટી ભૂમીકા જોવાનાં અણસાર પર પાકિસ્તાન આ મામલે દબળ ઉભુ કરી આ કામકરાવવામાં સફળ રહ્યાનુુ માનવામાં આવી રહ્યું છે.