Not Set/ આ શહેરમાં શા માટે ૩ મહિના પહેલા મનાવી રહ્યા છે ક્રિસમસ, વાંચો સમગ્ર મામલો

ઓહયો અમેરિકામાં સીનસીનાટી શહેરમાં એક નાના બાળક માટે છેલ્લા ઘણા દિવસોથી ક્રિસમસની તૈયારી ચાલી રહી છે. ૨૫ ડીસેમ્બરને હજુ ઘણી વાર છે તેમ છતાં અહીના લોકો ક્રિસમસ ટ્રી લગાવવામાં વ્યસ્ત છે. ૨ વર્ષના એક કેન્સર પીડિત દીકરાને ખુશ કરવા માટે આ તૈયારી કરવામાં આવી રહી છે. બ્રોડી એલનને કેન્સર છે અને ડોક્ટરોના કહેવા પ્રમાણે તેનજોડે […]

World Trending
bb આ શહેરમાં શા માટે ૩ મહિના પહેલા મનાવી રહ્યા છે ક્રિસમસ, વાંચો સમગ્ર મામલો

ઓહયો

અમેરિકામાં સીનસીનાટી શહેરમાં એક નાના બાળક માટે છેલ્લા ઘણા દિવસોથી ક્રિસમસની તૈયારી ચાલી રહી છે. ૨૫ ડીસેમ્બરને હજુ ઘણી વાર છે તેમ છતાં અહીના લોકો ક્રિસમસ ટ્રી લગાવવામાં વ્યસ્ત છે. ૨ વર્ષના એક કેન્સર પીડિત દીકરાને ખુશ કરવા માટે આ તૈયારી કરવામાં આવી રહી છે.

બ્રોડી એલનને કેન્સર છે અને ડોક્ટરોના કહેવા પ્રમાણે તેનજોડે ઘણો ઓછો સમય છે. હાલ એલનની સારવાર બંધ થઇ ગઈ છે તેની પાસે માત્ર હવે એક મહિનાનો જ સમય છે આથી તેના પરિવારે તેની સાથે ખુશી મનાવવા માટેનું વિચાર્યું છે. ૨ વર્ષના માસુમ દીકરા મારે ૨૩ સપ્ટેમ્બરના રોજ ક્રિસમસની પરેડ પણ નીકળવામાં આવશે.

એલનના માતા-પિતાએ કહ્યું હતું કે તેની તબિયત ખરાબ થવાથી અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા હતા. ડોકટરે ત્યારે અમને એલનના કેન્સર વિશે કહ્યું અને કીધું હતું કે તેની પાસે હવે વધારે સમય નથી. આ સમાચારને અમે સહન નથી કરી શકતા પરંતુ એલાનનો જેટલો સમય વધ્યો છે તે અમે ખુશીઓથી ભરી દેવા માંગીએ છીએ.

એલનના પડોશીઓને જયારે ખબર પડી ત્યારે તેઓ પણ આ ખુશીમાં શામેલ થઇ ગયા હતા. આજુબાજુના લોકોએ એલનને ક્રિસમસની ગીફ્ટ અને કાર્ડ પણ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે એલાનના પિતા ટ્રક ડ્રાઈવર છે. બીમારીના સમાચાર મળ્યા પછી તે પોતાનો બધો સમય એલન સાથે વિતાવી રહ્યા છે.