Happy Birthday!/ 145મી જન્મજયંતિનાં દિવસે ચાલો ફરી યાદ કરીએ લોંખડી પુરુષ “સરદાર પટેલ”ને…

સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે, આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રિય અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવા માં આવ્યું હતું અને ત્યાર થી સમગ્ર દેશ અને દુનિયા માં સરદાર […]

Top Stories Gujarat Others Mantavya Vishesh
sardar patel iron man of india 145મી જન્મજયંતિનાં દિવસે ચાલો ફરી યાદ કરીએ લોંખડી પુરુષ "સરદાર પટેલ"ને...

સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે, આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રિય અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવા માં આવ્યું હતું અને ત્યાર થી સમગ્ર દેશ અને દુનિયા માં સરદાર પટેલના નામની ચર્ચા થઇ રહી છે.  આજે જ્યારે ફરી એક વખત 31 ઓક્ટોબર 2020 એટલે કે ભારતનાં લોખંડી પુરુષ સરદાર સાહેબનો જન્મ દિવસનો અવસર આવી ગયો છે ત્યારે સરદાર સાહેબનાં જન્મ સ્થળ નડિયાદ ને કેવી રીતે ભુલી શકાય. 

  • અસરદાર સરદાર
  • એક જ અજોડ-અમર સરદાર 
  • સરદાર જયંતિએ સરદારને સત સત નમન
  • નડિયાદમાં થયો સરદાર સાહેબનો જન્મ

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે.

સરદાર સાહેબનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. નડિયાદ શહેર નો દેસાઇ વગો વિસ્તાર એટલે સરદાર પટેલનું જન્મ સ્થળ. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. 1913માં ઇંગ્લેન્ડમાં તેઓએ વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. 

  • ખેડૂત પૂત્રને ત્યાં સરદાર સાહેબનો થયો જન્મ
  • દેસાઇવગાના લોકો આજે પણ વલ્લભભાઇ પટેલને કરે છે યાદ
  • સ્કૂલ આજે પણ છે અડીખમ

મૂળ કરમસદ ના ખેડૂત ઝવેરભાઈ પટેલ અને તેમના પત્ની લાડબા પટેલ હિન્દુ ધર્મ ફળતા હતા આ પટેલ દંપતીને સોમાભાઇ ,નરસિહભાઇ અને વિઠ્ઠલભાઈ એમ ત્રણ સંતાનો હતા જ્યારે નડીઆદ દેસાઇવગા માં આવેલ આ લાડબા ના પિયરમાં ચોથા સંતાન વલ્લભભાઇ પટેલનો મામાના નડીઆદ દેસાઇ વગા ના ઘર માં તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 થયો હતો .વલ્લભભાઇ બાદ કાશીભાઈ અને બહેન ડાહીબા નો જન્મ થયો હતો. વલ્લભભાઇ ના ત્રણ મોટાભાઇ સોમાભાઇ ,નરસિહભાઇ અને વલ્લભભાઇ આગળ જતાં નેતા બન્યા હતા. જોકે, સરદાર તરીકેના ગુણ જન્મજાત મળેલ વલ્લભભાઇ ને નડીઆદ ફળ્યું હતું. અહી થી જ શરૂ થઈ વલ્લભભાઇ પટેલનો સરદાર અને લોખંડી પુરુષ તરીકે નો જન્મ થયો.

  • સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યુ બોમ્બેમાં થયું
  • 15 ડિસેમ્બર 1950ના રોજ થયું હતું મૃત્યુ

સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.