Not Set/ મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 34.99% વોટિંગ

મધ્યપ્રદેશની વિધાનસભાની ચુંટણી માટે આજે થઇ રહેલાં લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ મતદાનમાં બપોરે 2 વાગ્યા સુધી 34.99% વોટિંગ થયું છે.  આ ઉપરાંત મિઝોરમ વિધાનસભાની ચુંટણી માટે પણ પહેલાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 34.99% voter turnout recorded till 2 pm in Madhya Pradesh. #MadhyaPradeshElections pic.twitter.com/2MX68vrHUL— ANI (@ANI) November 28, 2018 મધ્યપ્રદેશમાં હાલ બીજેપીની સરકાર છે […]

Top Stories India
mp election 1 મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 34.99% વોટિંગ

મધ્યપ્રદેશની વિધાનસભાની ચુંટણી માટે આજે થઇ રહેલાં લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ મતદાનમાં બપોરે 2 વાગ્યા સુધી 34.99% વોટિંગ થયું છે.  આ ઉપરાંત મિઝોરમ વિધાનસભાની ચુંટણી માટે પણ પહેલાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં હાલ બીજેપીની સરકાર છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે. મધ્યપ્રદેશની 230 સીટો માટે મતદાન ચાલી રહ્યું છે. આ ચુંટણી માટે 65,367 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યાં છે. જયારે મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21 ટકા વૉટિંગ,મિઝોરમમાં 11 વાગ્યા સુધીમાં 29 ટકા મતદાતાઓએ વોટિંગ કર્યું હતું.

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. રાજ્યમાં સીએમ શિવરાજ સિંહ સહિત પક્ષ-વિપક્ષના અનેક દિગ્ગજોનું ભવિષ્ય દાવ ઉપર છે. બીજેપીએ પ્રદેશની બધી જ 230 સીટો ઉપર ઉમદવારો ઊભા કર્યા છે.

જ્યારે કોંગ્રેસે 229 ઉમદવારો મેદાનમાં ઉતાર્યા છે. જતારાની એક સીટ લોકતાંત્રિકજનતા દળ માટે છોડી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના 208, બીએસપીના 227, બહુજન મુક્તિ પાર્ટીના 34, જનાધિકાર પાર્ટીના 32, સમાજવાદી પાર્ટીના 52, સપાક્સના 110, શિવસેનાના 81 સીટો ઉપર ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધારે વિપક્ષના 1094 ઉમેદવારો છે.

આ ચૂંટણી પ્રક્રિયા માટે 3,00,782 કર્મચારીઓને તહેનાત કરાયાં છે. તે ઉપરાંત 12,363 માઇક્રો ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરાયાં છે. મધ્ય પ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાન માટે 1.80 લાખ સુરક્ષા કર્મચારી તહેનાત કરાયાં છે.