Not Set/ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના ONLINE ફોર્મમાં આધાર નંબર નોંધણી વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરાઈ PIL

અમદાવાદ, હાઇકોર્ટમાં આધાર નોંધણી વિરુદ્ઘ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ઓન-લાઇન ફોર્મમાં જે આધાર નંબર લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જેને લઇને તેની વિરુદ્ઘ આ અરજી દાખલ કરાઇ છે. સાથે સાથે આ અરજીમાં એવું પૂછવામાં આવ્યું છે કે ઓન-લાઇન ફોર્મમાં લધુમતી વિદ્યાર્થીઓ છે […]

Ahmedabad Gujarat Trending
mantavya 252 ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના ONLINE ફોર્મમાં આધાર નંબર નોંધણી વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરાઈ PIL

અમદાવાદ,

હાઇકોર્ટમાં આધાર નોંધણી વિરુદ્ઘ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ઓન-લાઇન ફોર્મમાં જે આધાર નંબર લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

જેને લઇને તેની વિરુદ્ઘ આ અરજી દાખલ કરાઇ છે. સાથે સાથે આ અરજીમાં એવું પૂછવામાં આવ્યું છે કે ઓન-લાઇન ફોર્મમાં લધુમતી વિદ્યાર્થીઓ છે કે કેમ. લઘુમતી ઓપશનમાં મુસ્લિમ અને અન્ય એમ કુલ બે વિકલ્પ આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે ઇન્કમટેક્ષ રિટર્ન, એલપીજી સ્કીમ અને જાહેર વિતરણ સ્કીમમાં જ આધાર ફરજિયાત કરવાનું કહ્યું છે. પરંતુ ધોરણ 10 અને 12માં આધારની ફરજિયાત નોધણી કરાતાં તેના વિરુદ્ઘમાં આ અરજી દાખલ કરાઇ.