Not Set/ “બંધારણ દિવસ સ્પેશિયલ” : વાંચો, બંધારણ બન્યા બાદ કરવામાં આવેલા આ મહત્વના સુધારાઓ

નવી દિલ્હી, ૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો અને તેને બનાવવા માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા. ભારતના બંધારણમાં કુલ ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શિડયુલ છે, તેમજ તેને ૨૫ ભાગોમાં વહેચવામાં વિભાજિત કરવામાં આવ્યું છે. […]

Top Stories India Trending
constitution of india 1430202834 "બંધારણ દિવસ સ્પેશિયલ" : વાંચો, બંધારણ બન્યા બાદ કરવામાં આવેલા આ મહત્વના સુધારાઓ

નવી દિલ્હી,

૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે.

ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો અને તેને બનાવવા માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.

Image result for Constitution OF INDIA

ભારતના બંધારણમાં કુલ ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શિડયુલ છે, તેમજ તેને ૨૫ ભાગોમાં વહેચવામાં વિભાજિત કરવામાં આવ્યું છે.

બંધારણની સભાના કુલ ૨૮૪ સભ્યો દ્વારા ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ લાગુ કરાયું હતું.

જો કે ત્યારબાદ અત્યારસુધીમાં બંધારણમાં ૯ મહત્વના સુધારાઓ કરવામાં આવી ચુક્યા છે : 

Image result for Constitution OF INDIA

૧. વર્ગના આધારે દેશના રાજ્યોની નાબૂદી, કેન્દ્રશાસિત પ્રદેશની ઘોષણા તેમજ ભાષાના આધારે રાજ્યોનું પુનઃગઠન (૧૯૫૬)

૨. બંધારણના ૪૨માં સુધારાની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાને શામેલ કરવાની મૂળભૂત જોગવાઈ (૧૯૭૬)

૩. મૂળ અધિકારોની સૂચિમાંથી કાઢી નાખવામાં આવેલો સંપત્તિનો અધિકાર (૧૯૭૮)

૪. કાયદાના નિર્માતાઓને પક્ષપાતના આધારે અયોગ્ય ઠેરવી શકાય તે અંગેનો કાયદો (૧૯૮૫)

Image result for Constitution OF INDIA

૫. દેશમાં યોજાતી ચૂંટણીઓમાં મતદાતાઓની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને કરાઈ ૧૮ વર્ષ (૧૯૮૯)

૬. દેશના મોટા શહેરો અને જિલ્લાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની રજૂઆત (૧૯૯૩)

૭. ૬ વર્ષથી લઈ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ (૨૦૦૨)

૮. દેશની જાહેર અને ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને સુનિશ્ચિત જનજાતિઓને આરક્ષણથી સંબંધિત કાયદાઓ પસાર કરવા સરકારે મંજૂરી આપી છે (૨૦૧૪)

૯. દેશભરમાં એક રાષ્ટ્ર, એક ટેક્સ એટલે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની રજૂઆત (૨૦૧૭)