Not Set/ પોતાની મંઝીલનું બટન બીજાને દબાવવા આપ્યા પછી ફરિયાદ શા માટે ?

બબીતા રોજીંદા ક્રમ મુજબ મુંબઈની મલ્ટિનેશનલ કંપનીની પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈ. હડબડાટીમાં સવારે 9:00 વાગ્યે કટોકટ સમયે ઓફિસે પહોંચે તે રીતે દસ મિનિટ પહેલા લિફ્ટમાં ગોઠવાઈ ગઇ.

Trending Lifestyle Relationships
lift button પોતાની મંઝીલનું બટન બીજાને દબાવવા આપ્યા પછી ફરિયાદ શા માટે ?

ભાવિશ્વ : ભાવિની વસાણી 

બબીતા રોજીંદા ક્રમ મુજબ મુંબઈની મલ્ટિનેશનલ કંપનીની પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈ. હડબડાટીમાં સવારે 9:00 વાગ્યે કટોકટ સમયે ઓફિસે પહોંચે તે રીતે દસ મિનિટ પહેલા લિફ્ટમાં ગોઠવાઈ ગઇ. તેની ઓફિસ 15મા માળ પર હતી. લિફ્ટમાં બીજા ચાર જણા હતા. મોટાભાગે તેઓ 10 કે 11 માળ સુધીના જ મુસાફર હતા. બબીતા એ જોયું કે લિફ્ટનું બટન દબાવ્યું છે, પરંતુ 15મા નંબર પર લાઈટ થતી ન હતી. બબીતા એ વાત ભૂલી ગઈ કે પોતે બટન દબાવ્યું છે કે નહીં. એક બાદ એક બધા પોતપોતાની મંઝિલ પર જવા માટે ઉતરી ગયા. ત્યારે અચાનક જ બબીતાને યાદ આવ્યું કે પોતે 15 નંબરનું બટન દબાવ્યું નથી. તેણે બટન દબાવ્યું પરંતુ હવે તો નિર્ણય લેવામાં મોડું થઈ ગયું હતું. નીચેના મજલા પર કોઈએ બટન દબાવ્યું હશે તો બબીતા ખેંચાઈ અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગઈ. આમ જ તેની 10 મિનિટ બગડી ગઈ. જીવનમાં આવું થતું હોય છે કે આપણે આપણી મંઝીલ પર પહોંચવા માટેનું બટન દબાવતા નથી. અને તેથી બીજા લોકો જે નંબરનુ બટન દબાવે તે નંબર પર આપણે તેમની જોડે જવું પડે છે. પછી જ્યારે આપણે જાગીએ ત્યારે મોડું થઈ જાય છે.

243 Ghungroo Photos - Free & Royalty-Free Stock Photos from Dreamstime

જ્યારે તમે તમારા લક્ષ્ય નક્કી નહીં કરો ત્યારે તમારા લક્ષ્ય દુનિયા નક્કી કરશે. જો તમારામાં નિર્ણયશક્તિનો અભાવ હોયતો દુનિયા કહે તેમ કરવા માટે રાજીખુશીથી તૈયાર થઈ જાવ કે પછી ફરિયાદ કરવાનું બંધ કરી દો, આ બે જ વિકલ્પ હોય છે. તમે જેવું આકલન કરશો તેવી તમારી જિંદગી નિર્ધારિત થશે. આ પરથી મને હિન્દી ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું એક ગીત યાદ આવે છે. “ઘુંઘરુ કી તરહ બજતા હી રહા હુ મે…” આમાં ઘુંઘરુની સાથે જાતને સરખાવવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે દુનિયા જેમ કહે તેમ તમે કરતા આવ્યા અને દુઃખી થયા. તેનાથી વિપરીત પંકજ ઉધાસની ગાયેલી ગઝલ પણ છે.”મોહે આયી ના જગ સે લાજ.. મેં ઇતના જોર સે નાચી આજ… કે ઘુંઘરુ ટુટ ગયે” બંને ગીતમાં “ઘુંઘરુ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંનેના શબ્દો હૃદયસ્પર્શી છે, ફરક એ છે કે પ્રથમ ગીતમાં નિરાશા છે….જ્યારે બીજામાં આશા છે. એટલે કે દ્રષ્ટિકોણનો ફરક છે.

Mohe Aai Na Jag Si Laaj - मोहे आई ना जग से लाज

 

જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે તમારી પાસે બે જ વિકલ્પ રહે છે. એક આવી પડેલી વિપદા કે પરિસ્થિતિનો દુઃખ સાથે સ્વીકાર કરવો. અથવા તો પરિસ્થિતિ તમને નચાવે તે પહેલા તમે કોઈપણ પરિસ્થિતિમાં બેશરમ થઇને મન મુકીને નાચો. તમારે નક્કી કરવાનું છે કે તમારે આનંદ જોઈએ છે કે દુઃખ. આપણે જે જોઈતું હશે તે કુદરત આપશે. બસ આપણને પરિસ્થિતિ કરતા આપણી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. આપણામાં નિર્ણય શક્તિ હોવી જોઈએ. અને એકવાર નિર્ણય લઈ લો પછી મનને ખુલ્લું મૂકી દો પછી દ્વિધામાં ન રહો. કારણ કે આ તો તેના જેવી વાત થઈ કે તમે નાવડીમાં બેસી ગયા અને નદી કે સમુદ્રની વચ્ચોવચ પહોંચી ગયા, બાદમાં તમે કહો કે મને હવે આમાં નથી બેસવું મારે ઉતરી જવું છે…!! નિર્ણય પણ સમયસર લેવો જોઈએ, જો નિર્ણય લેવામાં મોડું થઈ જાય તો પણ તમારા હાથમાં કશું રહેતું નથી, પછી જે તમે પ્રથમ પસંદગી કરી છે તેજ તમારે સ્વીકાર કરવી પડે છે. એટલે કે દર વખતે બળવો કરવો પણ જરૂરી નથી કારણ કે જ્યારે આપણે પરિસ્થિતીને વશ થઈ જઈએ ત્યારે પાછળથી પસ્તાવું… તેના કરતા જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં ખુશ રહેવું, એ જ શ્રેષ્ઠ કહી શકાય. આ સાથે બંને હિન્દી ગીતોના લીરીક્સની અહીં મુકી રહી છું. જેનો અર્થ જાણવાની અને ગાવાની પણ મજા આવશે. અને એ પણ ખબર પડેશે કે ‘ઘુંઘરુ’ એક જ શબ્દ છે, પણ બન્ને ગીતોમાં ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો છે. એકમાં પોતાની જાતને ઘુંઘરુ સાથે સરખાવવામાં આવી છે જ્યારે બીજામાં જિંદાદિલીથી જીવવા માટે અને નાચવા માટે ઘુંઘરુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(1)
घुंघरू की तरह बजता ही रहा हूँ मैं
कभी इस पग में, कभी उस पग में
बंधता ही रहा हूँ मैं
घुंघरू की तरह…

कभी टूट गया, कभी तोड़ा गया
सौ बार मुझे फिर जोड़ा गया
यूँ ही लुट-लुट के, और मिट-मिट के
बनता ही रहा हूँ मैं
घुंघरू की तरह…

मैं करता रहा औरों की कही
मेरी बात मेरे मन ही में रही
कभी मंदिर में, कभी महफ़िल में
सजता ही रहा हूँ मैं
घुंघरू की तरह…

अपनों में रहे या गैरों में
घुंघरू की जगह तो है पैरों में
फिर कैसा गिला जग से जो मिला
सहता ही रहा हूँ मैं
घुंघरू की तरह…

(2)
गली गली में फूल बिछाओ ख़ूब मचाओ शोर
अब के पिया जो घर आए मैं नाचूँ बन के मोर

मोहे आई न जग से लाज
मैं इतना ज़ोर से नाची आज
के घुंघरू टूट गए

कुछ मुझ पे नया जोबन भी था
कुछ प्यार का पागलपन भी था
हर पलक मेरी तीर बनी
और ज़ुल्फ़ मेरी ज़ंजीर बनी
लिया दिल साजन का जीत
वो छेड़े पायलिया ने गीत
के घुंघरू टूट गए

वो कैसी लगन बातों में थी
वो किस की महक रातों में थी
सन्देसा जो लाई पुरवाई
मैं ख़ुद से भी शरमाई
जब घर आए थे श्याम
लिया था मुझको ऐसा थाम
के घुंघरू टूट गए

धरती पे न मेरे पैर लगे
बिन पिया मुझे सब ग़ैर लगे
मुझे अंग मिले अरमानों के
मुझे पंख मिले परवानों के
जब मिला पिया का गाओं
तो ऐसा लचका मेरा पाओं
के घुंघरू टूट गए

majboor str 7 પોતાની મંઝીલનું બટન બીજાને દબાવવા આપ્યા પછી ફરિયાદ શા માટે ?