FIFA World Cup - 2022/ ગમ અને ખુશી… હાર બાદ રોનાલ્ડો રડી પડ્યો, મોરક્કન ખેલાડીએ માતા સાથે કર્યો ડાન્સ

રોનાલ્ડોની રડતી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, તો બીજી તરફ મોરક્કોના ખેલાડીઓની ઉજવણી પણ હેડલાઈન્સ બનાવી રહી છે.

Top Stories Sports
રોનાલ્ડો

ફિફા વર્લ્ડ કપ 2022નો ફાઈનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે, સેમીફાઈનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં મોટો અપસેટ જોવા મળ્યો, જ્યારે મોરક્કોએ પોર્ટુગલને હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બુક કર્યું. આ સાથે મોરક્કોએ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ તોડી નાખ્યું.

મોરક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવ્યું, મેચ સમાપ્ત થતાંની સાથે જ રોનાલ્ડો મેદાન પર જ રડવા લાગ્યો. રોનાલ્ડો આંસુ લૂછતો મેદાનની બહાર ગયો, બધાએ જોયું અને ચાહકોનું દિલ તૂટી ગયું. આપને જણાવી દઈએ કે 36 વર્ષીય રોનાલ્ડો માટે આ છેલ્લો ફૂટબોલ વર્લ્ડ કપ હતો.

ronaldo c ગમ અને ખુશી... હાર બાદ રોનાલ્ડો રડી પડ્યો, મોરક્કન ખેલાડીએ માતા સાથે કર્યો ડાન્સ

રોનાલ્ડોએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે, પરંતુ તે તેને યાદગાર બનાવી શક્યો ન હતો. પ્રી-ક્વાર્ટર ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોનાલ્ડોને સ્ટાર્ટિંગ-11માં જ જગ્યા ન મળી, તે બાદમાં મેદાનમાં આવ્યો પરંતુ કોઈ જાદુ ન ફેલાવી શક્યો અને તેનું સપનું ચકનાચૂર થઈ ગયું.

એક તરફ રોનાલ્ડોની રડતી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, તો બીજી તરફ મોરક્કોના ખેલાડીઓની ઉજવણી પણ હેડલાઈન્સ બનાવી રહી છે. આ ઐતિહાસિક સેલિબ્રેશન બાદ મોરક્કોના સુફિયાન બોફેલ મેદાનમાં ડાન્સ કરતા જોવા મળ્યા, એટલું જ નહીં તેની માતાએ પણ તેની સાથે ડાન્સ કર્યો. સુફિયાનની માતા તેના પુત્રને મળવા મેદાન પર પહોંચી, જ્યાં બંનેએ ડાન્સ કરીને પોતાના દેશની જીતની ઉજવણી કરી.

મોરક્કો માટે આ ક્ષણ ખૂબ જ ઐતિહાસિક છે, કારણ કે તે ફૂટબોલ વર્લ્ડ કપના 92 વર્ષના ઈતિહાસમાં સેમિફાઈનલમાં પહોંચનારી આફ્રિકન-અરબ દેશોની પ્રથમ ટીમ બની છે. આશ્ચર્યજનક વાત એ છે કે વર્લ્ડ કપ 2022માં પણ મોરક્કોએ વિપક્ષી ખેલાડી પાસેથી એક પણ ગોલ કર્યો નથી, મોરક્કોએ કેનેડા સામે ગોલ કર્યો હતો પરંતુ તે સેલ્ફ ગોલ હતો. એટલે કે વિપક્ષી ટીમો હજુ સુધી મોરક્કોના કિલ્લામાં ઘૂસી શકી નથી.

ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલ શેડ્યૂલ

  • ડિસેમ્બર 13 – ક્રોએશિયા Vs આર્જેન્ટિના (રાત્રે 12.30)
  • 14 ડિસેમ્બર – મોરક્કો Vs  ફ્રાન્સ (રાત્રે 12.30 વાગ્યે)    

આ પણ વાંચો: પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી , મેટ્રો ટ્રેનમાં સવારી કરવા માટે પોતે ટિકિટ ખરીદી

આ પણ વાંચો: 11 ડિસેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:વિરાટ કોહલીએ 3 વર્ષ બાદ ODIમાં સદી ફટકારી, પોન્ટિંગને પાછળ છોડી બીજા નંબર પર સૌથી વધુ સદી કરનાર બેટસમેન બન્યો