Mahesana News/ મહેસાણા પોલીસ સ્ટેશનના એએસઆઈને લાંચના કેસમાં એક વર્ષની સજા

એમવી એક્ટ હેઠળ કબજે કરેલી ટ્ર્ક અને ડ્રાઈવરને છોડાવવા  લીધી હતી લાંચ

Gujarat Top Stories
Beginners guide to 2024 04 26T192205.805 મહેસાણા પોલીસ સ્ટેશનના એએસઆઈને લાંચના કેસમાં એક વર્ષની સજા

Mahesana News :  મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટંટ સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) મહેન્દ્રભારથી એસ.બાવાને લાંચના એક કેસમાં કોર્ટે એક વર્ષની સજા, એક હજારનો દંડ અને દંડ નભરે તો 15 દિવસની કેદની સજા ફટકારી હતી. એએસઆઈએ એક ટ્ર્ક ડ્રાઈવરની ટ્ર્ક મોટર વ્હિકલ એક્ટ (એમવી એક્ટ) હેઠળ કબજે લીધી હતી. બાદમાં ફરિયાદીની ટ્ર્કના ડ્રાઈવર અને ટ્રક છોડાવવા માટે રૂ.10,000 ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે તે સમયે ફરિયાદી પાસેથી એએસઆઈએ રૂ.1,000 લીધા હતા અને બીજા રૂ.1,000 બાદમાં આપવા જણાવ્યું હતું. જેમાં ફરિયાદીએ મહેસાણા એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીના અધિકારીઓએ જાળ બિછાવીને એએસઆઈ મહેન્દ્રભારથી બાવાની રૂ.1,000 ની લાંચ લેતા ધરપકડ કરી હતી.

બાદમાં આ ગુના સંદર્ભે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગે મહેસાણા એડિશનલ સેસન્સ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. અંતે કોર્ટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆ મહ્ન્દ્રભારથી બાવાને એક વર્ષની સાદી કેદની સજા અને 1,000 રૂ.નો દંડ તથા દંડ ન ભરે તો 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ