Vaccine/ કોરોનાની વેક્સીનનું દેશભરમાં ટ્રાયલ, હવે મહામારીના સમયમાં આ સંસ્થા પણ જોડાઈ

મહામારી વચ્ચે રસીકરણ મુદ્દે સૌ કોઈ ને મુંજવણ છે કે વેક્સીન કઈ રીતે આપવામાં આવશે ત્યારે યુનિસેફ દ્વારા વેક્સિનેશન મામલે વર્કશોપ કરવામાં આવ્યો જેમાં વેક્સિનેશન ની તમામ માહિતી આપવામાં આવી.

Ahmedabad Gujarat
a 422 કોરોનાની વેક્સીનનું દેશભરમાં ટ્રાયલ, હવે મહામારીના સમયમાં આ સંસ્થા પણ જોડાઈ

કોરોના કો વેક્સીન નું દેશભરમાં ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનમાં યુનિસેફ સંસ્થા પણ જોડાઈ છે જે સર્વે થી લઇ વેક્સિનેશન સર્ટી સુધી કામ કરશે.

મહામારી વચ્ચે રસીકરણ મુદ્દે સૌ કોઈ ને મુંજવણ છે કે વેક્સીન કઈ રીતે આપવામાં આવશે ત્યારે યુનિસેફ દ્વારા વેક્સિનેશન મામલે વર્કશોપ કરવામાં આવ્યો જેમાં વેક્સિનેશન ની તમામ માહિતી આપવામાં આવી.વેક્સીન બે ડોઝ માં આપવામાં આવેશે જેમાં 28 દિવસ નો ગેપ  રાખવામાં આવશે.તો મહત્વ ની વાત છે કે દેશ માં 26 મિલિયન બાળકો અને 29 મિલિયન સગર્ભા મહિલા છે જેમને વેક્સીન આપવાની જરૂર પડી શકે છે.

ગુજરાત વેક્સીન કોર્ડીનેટર ડો નયન જાણી એ જણાવ્યું હતું કે 3 ફેજ માં વેક્સીન આપવામાં આવશે.પેહલા હેલ્થવર્કર ,બીજા ફેજ માં કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર અને ત્રીજા ફેજ માં 50 વર્ષ થી ઉપર ના તમામ અને 50 વર્ષ થી નીચે ના કો મોર્બિડ ને વેક્સીન આપવામાં આવશે.વેક્સિનેશન ની પ્રકિયા માટે co-win મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે જેમાં નામ સરનામાં સાથે ની ડિટેઇલ હશે.

યુનિસેફ તરફ થી ગુજરાત ને બે કોલ્ડ સ્ટોરેજ , એક ફ્રિજર અને બે વોકિંગ કુલર આપવામાં આવ્યા છે જેમાં વેક્સીન નું સ્ટોરેજ કરવામાં આવશે. તો વેક્સિનેશન માટે ડ્રાય રન ચાલી રહ્યો છે. ડ્રાય રન એટલે મોકડ્રિલ ડેમો.વેક્સીન જ્યારે આવશે ત્યારે કઈ રીતે તેનું રસીકરણ કરવું તે અંગે અત્યરે ડ્રાય રન રાજકોટ અને ગાંધીનગર માં ચાલી રહ્યો છે. વેક્સિનેશન માટે સ્કૂલ અને યુ એચ સી સેન્ટર નો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે મહત્વ ની બાબત છે કે રજીસ્ટ્રેશન વગર વેક્સીન આપવામાં આવશે નહીં. ડોર ટુ ડોર સર્વે માં બાકી રહી ગયેલ તમામ લોકો એ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહશે.વેક્સીન ની આડ અસર ની શક્યતાઓ ઓછી છે પરંતુ જો આડ અસર થશે તો તેના પર પણ રિસર્ચ તબીબો કરશે.

વેક્સીન લીધા બાદ લોકો એ એમ ન સમજવું કે હવે કોરોના ગયો માટે તેઓ એ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે.વેક્સીન ના બે ડોઝ લીધા ના બે અઠવાડિયા બાદજ  એન્ટિબોડી ડેવલોપ થશે. તો આ વેક્સિનેશન ની પ્રક્રિયા માં બાળકો ની ચિંતા થતી હશે જેને પાંચમા ફેજ માં વેક્સીન આપવામાં આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…