New Delhi/ AAP પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને EDનું સમન્સ,પૂછપરછ માટે બોલાવ્યા

આમ આદમી પાર્ટીના વધુ એક નેતા દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે. આ કેસમાં AAPના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકનું નામ પણ સામે આવી રહ્યું છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 04 08T135830.346 AAP પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને EDનું સમન્સ,પૂછપરછ માટે બોલાવ્યા

New Delhi: આમ આદમી પાર્ટીના વધુ એક નેતા દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે. આ કેસમાં AAPના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકનું નામ પણ સામે આવી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આજે તેમને ED ઓફિસમાં બોલાવ્યા છે. મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ બાદ હવે દુર્ગેશ પાઠક પર ED પોતાની પકડ વધુ કડક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની સાથે દુર્ગેશ પાઠકનું નામ પણ દારૂ નીતિ કૌભાંડ કેસમાં સામે આવી રહ્યું છે. કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની ED હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

EDએ દુર્ગેશ પાઠકનો ફોન જપ્ત કર્યો

જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પહેલાથી જ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને દુર્ગેશ પાઠકની પૂછપરછ કરી ચૂક્યું છે. હવે EDએ દુર્ગેશ પાઠકનો મોબાઈલ જપ્ત કર્યો છે. તેમને આજે બપોરે 2 વાગ્યે ED ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર 2022માં જ્યારે EDએ વિજય નાયરના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે દુર્ગેશ પાઠક પણ તેમની સાથે હાજર હતા.

આપને જણાવી દઈએ કે AAPના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠક ગોવાની ચૂંટણીમાં પાર્ટીના પ્રભારી હતા. હાલમાં તેઓ દિલ્હીના રાજીન્દર નગરથી ધારાસભ્ય છે. બિભવ કુમાર બાદ ED દુર્ગેશ પાઠકની પણ પૂછપરછ કરવા માંગે છે. તેઓ પાર્ટીના જૂના નેતા છે અને શરૂઆતથી જ AAP સાથે જોડાયેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા