affair/ છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

વડોદરામાં પત્ની પાસેથી છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવાનું ન ગમતા તેણે જાહેરમાં તમાશો કર્યો હતો. તેણે પત્નીના બોસને અને પત્ની બંનેને ફટકાર્યા હતા.

Gujarat Vadodara Trending Breaking News
Beginners guide to 2024 04 26T143215.203 છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

વડોદરાઃ વડોદરામાં પત્ની પાસેથી છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવાનું ન ગમતા તેણે જાહેરમાં તમાશો કર્યો હતો. તેણે પત્નીના બોસને અને પત્ની બંનેને ફટકાર્યા હતા. તેના પગલે પત્નીએ તેના છૂટાછેડાનો દાવો કરનારા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં બોસ સાથે ફિલ્મ જોવા ગયેલી પત્નીને ટૂંક સમયમાં જ ભૂતપૂર્વ થનારા પતિએ અને તેની સાથે બીજા ચાર જણે ભેગા મળી પત્ની તથા બોસને માર માર્યો હતો. આ મામલે પત્નીએ પતિ સહિત ચાર આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ નડિયાદની યુવતીએ નંદના (નામ બદલ્યુ છે)એ વડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. વર્ષ 2019માં મારા લગ્ન અમારી જ જ્ઞાતિના ઋત્વિજ (નામ બદલ્યુ છે) સાતે થયા હતા. હાલ અમારે સંતાનમાં 4 વર્ષનો દીકરો છે અને મારા પતિ નોકરી-ધંધે જતાં ન હોવાથી હું તેમને નોકરી પર જવાનું કહેતી હતી. આથી તેઓ મારા પર ઉશ્કેરાઈ જતા હતા અને મારી પર શક રાખીને અવારનવાર ઝગડો કરતા હતા.

તેણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે મારા પતિ શક કરીને ઝગડો કરતાં હોવાથી હું ડિસેમ્બર 2023માં મારાપુત્રને લઈ છાણી ખાતે ભાડે મકાન રાખી રહેવા જતી રહી હતી. આ સમય દરમિયાન મારા પતે છૂટાછેડા પેટે વધૂ રૂપિયા માંગ્યા હતા અને બાળકની માંગણી કરતા આજથી દોઢેક મહિના પહેલા મેં મારું બાળક પતિને સોંપી દીધુ હતુ. તેના પછી હું એકલી રહેતી હતી. હાલમાં પણ એકલી રહી છુ. છેલ્લા 23 દિવસથી મારા પિતાના ઘરે નડિયાદ રહેવા જતી રહી છું.

25 એપ્રિલના રોજ હું મારા પિતાના ઘરેથી સવારે 11 વાગ્યે ટ્રેનમાં બેસીને વડોદરા આવી હતી અને વડોદરામાં હું જ્યાં નોકરી કરું છું ત્યાંના સાહેબ મને રેલ્વે સ્ટેશનથી તેમના ટુવ્હીલર પર બેસાડીને ગોત્રી ઇએઆઈ હોસ્પિટલ બપોરે એક વાગે લઈ ગયા હતા. હોસ્પિટલની ઓપીડીમાં લંચ બ્રેક પડતા હું અને મારા સાહેબ બંને બંસલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા.

અમે ફિલ્મ જોઈને બપોરે પરત આવતા હતા ત્યારે બંસલ મોલની બહાર એક કારમાં બે જણા અને મારા પતિ ઋત્વિજ બિક પર આવ્યા હતા. તેઓએ ભેગ મળીને મારી સામે આવેલા સાહેબને માર માર્યો હતો. મારા પતિ સાથે રહેલા એક શખ્સ અપશબ્દો બોલી મને લાફા માર્યા હતા. મારા પતિએ પમને અચાનક જ લાફા તેમ મુક્કાનો માર માર્યો હતો. તેમની સાથે આવેલા શખ્સે પણ મારી સાથે મારામારી કરી હતી. મને કહ્યુ હતુ આજે તો બચી ગઈ, પરંતુ આજે ફરીથી લાગ આવશે તો હું જાનથી મારી નાખીશ. ઋત્વિજે ફોન કરીને પોલીસ બોલાવી હતી, અમે બધા જોડે પોલીસ સ્ટેશન આવ્યા હતા. અહીં મેં મારા પતિ ઋત્વિજ અને તેમની સાથેના ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મન હોય તો માળવે જવાય, ગુજરાતના આ પ્રથમ કિન્નર રીતુ દે કરી રહ્યા છે આઈએસની તૈયારી…

આ પણ વાંચો:મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીનો આપઘાત