હળવદ/ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત મેગા સ્વૈચ્છીક રકતદાન કેમ્પ, જાણો કેટલી બોટલ થઈ એકત્ર

આ કેમ્પ માં એકત્ર થયેલ બ્લડની બોટલ સિવિલ હોસલીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે.

Gujarat Others
શ્રી શરણેશ્વર મહાદેવ

હળવદ મધ્યે આવેલ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં સ્વ.વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયા ના સ્મરણાર્થે પાટિયાગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દૂ પરિષદ – શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હળવદની વિવિધ સામાજિક સંસ્થા તથા સમસ્ત હળવદ,  ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી રક્તદાતાઓ એ ઉમળકાભેર રક્તદાન કરી આ રકતદાન કેમ્પ માં ૧૨૧ બ્લડ ની બોટલ એકત્રિત થયેલ.

આ પ્રસંગે  પ.પૂ સંત શ્રી ભક્તિનંદન સ્વામીજી, શ્રી દિપકદાસજી મહારાજ , રણછોડભાઈ દલવાડી , ધીરુભા ઝાલા બીપીનભાઈ દવે, મનસુખભાઇ પટેલ , શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નવલભાઈ શુક્લ, નાયબ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય સહિત પત્રકાર મીત્રો તથા રાજકીય અને સામાજિક આગેવાનો આ કાર્યક્રમ માં ખાસ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ, દરેક રક્તદાતાઓ ને એક મોમેન્ટો ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આ કેમ્પ માં એકત્ર થયેલ બ્લડની બોટલ સિવિલ હોસલીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે.

આ કાર્યક્રમની સાથે હળવદમાં નવરાત્રી દરમિયાન બેસણી રાસમા ધુમ મચાવી નામના મેળવનાર વિવેકનું પાટિયા ગ્રુપ દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આ સેવાકાર્ય માં સહયોગી સર્વે નો આયોજકો દ્વારા સહ હૃદય આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ના સ્વાગત વિધિ કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ દવે એ કર્યું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ – વિશ્વ હિન્દુ પરિષદ – શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના તમામ સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો: ગેસની કાળાબજારીનો પર્દાફાશ, મોરબી એલસીબી ટીમે આરોપીને કરી ધરપકડ

આ પણ વાંચો:PM મોદીની ‘S’ યોજના જે ગુજરાતના આ ગામની છત પર છુપાયેલી છે

આ પણ વાંચો:ગુજરાત પોલીસે મુસ્લિમ છોકરાને ચાર રસ્તા પર માર્યો માર તો ભડકી તૃણમૂલ કોંગ્રેસે NHRCમાં નોંધાવી ફરિયાદ