Not Set/ ઉત્તરાયણમાં બે બાળકો સહિત 5ના મોત, ઘાતક દોરીએ અનેકના ગળા કપાયા 

અમદાવાદ, રાજ્યમાં આજે ભલે લાખો લોકો ઉત્તરાયણનો આનંદ માણી રહ્યાં હોય પરંતું આજનો ઉમંગનો દિવસ અનેકો માટે દુખદ અને કરૂણ બની રહ્યો છે.ઉત્તરાયણમાં રાજ્યભરમાં પાંચના મોત થયા છે જ્યારે ગળા કપાવવાના 20 કેસો થયા છે. મહેસાણામાં કસ્બા વિસ્તારમાં લવાર ચકલામાં તો તોજીબ પઠાણ નામના 8 વર્ષના બાળકનું દોરીના કારણે ગળું કપાઇ જવાથી મોત થયું છે.આ […]

Top Stories Gujarat
mehsana patang ઉત્તરાયણમાં બે બાળકો સહિત 5ના મોત, ઘાતક દોરીએ અનેકના ગળા કપાયા 

અમદાવાદ,

રાજ્યમાં આજે ભલે લાખો લોકો ઉત્તરાયણનો આનંદ માણી રહ્યાં હોય પરંતું આજનો ઉમંગનો દિવસ અનેકો માટે દુખદ અને કરૂણ બની રહ્યો છે.ઉત્તરાયણમાં રાજ્યભરમાં પાંચના મોત થયા છે જ્યારે ગળા કપાવવાના 20 કેસો થયા છે.

મહેસાણામાં કસ્બા વિસ્તારમાં લવાર ચકલામાં તો તોજીબ પઠાણ નામના 8 વર્ષના બાળકનું દોરીના કારણે ગળું કપાઇ જવાથી મોત થયું છે.આ બાળક સાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે ઘાતક દોરીએ તેનું ગળું ચીરી કાઢ્યું હતું.બાળકના પરિવારજનોએ આરોપ મુક્યો છે કે આ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતા ચાઇનીઝ દોરીનું વેચાણ થયું છે અને આ ઘાતક દોરીએ જ તૌફિકનો જાન લીધો છે.

મહેસાણાની જેમ જ રાજ્યમાં ઉત્તરાયણના કારણે બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું છે.

ગુજરાતમાં ઘર્ષણના 4, ધાબેથી પડવાના 12, દોરી વાગવાના 16 અને ઇમર્જન્સીના 25 કેસ નોંધાયા છે. ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ યુવાન ઉંઘીયુ લેવા નીકલ્યો હતો ત્યારે તેનું ગળું કપાઇ ગયું હતું.જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી.