છોટાઉદેપુર/ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી,કોમી એકતાના થયા દર્શન

છોટાઉદેપુર આદીવાસીઓની બહુમૂલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અહીં 80 ટકા આદિવાસીઓ વસવાટ કરે છે આજ રોજ 9મી ઓગસ્ટે સમગ્ર ભારતમાં વિશ્વ આદીવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

Gujarat Others
આદિવાસી

છોટાઉદેપુર આદીવાસીઓની બહુમૂલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અહીં 80 ટકા આદિવાસીઓ વસવાટ કરે છે આજ રોજ 9મી ઓગસ્ટે સમગ્ર ભારતમાં વિશ્વ આદીવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ છોટાઉદપુર જિલ્લા સહિત બોડેલીમાં પણ ધામધુમથી વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી કરાઇ હતી.મહત્વનું છે કે, કોરોનાકાળનાં ત્રણ વર્ષ બાદ ઉજવણી કરવામાં આવી હતી.

celebration

 

9 મી, ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડે ઓફ ઇન્ડીજીનિયસ પીપલ્સ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેથી 9 મી, ઓગસ્ટને સમગ્ર ભારતમાં પણ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવણી કરવામાં આવી હતી

celebration

બોડેલી ખાતે આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીમા ખુબ મોટી સંખ્યામા નગરમાં રહેતા અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારના આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી અને ડી.જે ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી રેલીમાં જોડાયા હતા.

આદીવાસીઓની રેલીનું બોડેલીના મુસ્લીમ ધર્મગુરુઓ આગેવાનો મુસ્લિમ બિરાદરો દ્વારા આદીવાસી આગેવાનોને પુષ્પ ગુચ્છ તેમજ હાર પહેરવી અને રેલીમાં જોડાયેલા આદીવાસીઓને ઠંડુ પાણી તેમજ કોલ્ડ્રિંકસ પીવડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.