આસ્થાનો રંગ/ સિદ્ધપુર થી અંબાજી માર્ગ પર પદયાત્રીઓની ભીડ, વિવિધ સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન

પદયાત્રા સંધોએ ભક્તિસભર માહોલમાં અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં જવા પદયાત્રિકો પાટણ, ઉંઝા તેમજ વિવિધ ગામોમાંથી સિધ્ધપુર થઈને પસાર થાય છે

Gujarat Others Breaking News
p2 સિદ્ધપુર થી અંબાજી માર્ગ પર પદયાત્રીઓની ભીડ, વિવિધ સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન

જગત જનની જગદંબાનાં પાવન ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મીની કુંભ મેળાનો પ્રારંભ થતા જ પાટણ જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જય અંબેના જય ઘોષ સાથે પદયાત્રીઓથી ઉભરાયા હતા. પદયાત્રા સંધોએ ભક્તિસભર માહોલમાં અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં જવા પદયાત્રિકો પાટણ, ઉંઝા તેમજ વિવિધ ગામોમાંથી સિધ્ધપુર થઈને પસાર થાય છે ત્યારે સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સિદ્ધપુર સહિતવિવિધ કેમ્પો ની મુલાકત લીધી હતી. માઁ અંબા ની આરતી ઉતારી હતી સંઘો અંબાજી તરફ પ્રયાણ કરતા વાતાવરણ જગત જનની જગદંબા ના રંગે રંગાયું હતું.

p1 સિદ્ધપુર થી અંબાજી માર્ગ પર પદયાત્રીઓની ભીડ, વિવિધ સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મીની કુંભ મેળા માં પાટણ જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જય અંબેના જય ઘોષ સાથે પદયાત્રીઓથી ઉભરાયા હતા. પદયાત્રા સંધોએ ભક્તિસભર માહોલમાં અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં જવા પદયાત્રિકો પાટણ, ઉંઝા તેમજ વિવિધ ગામોમાંથી સિધ્ધપુર થઈને પસાર થાય છે ત્યારે સિધ્ધપુર હવે પર વિવિધ સંગઠનો દ્વારા સેવાકેમ્પ બનાવવામાં આવ્યા છે ત્યારે સિદ્ધપુર હાઇવે પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, દેસાઈ સમાજ દ્વારા જય ગોગા સેવા કેમ્પ, રોટરી ક્લબ સેવા કેમ્પ, સિદ્ધપુર કેમિસ્ટ એસોશિયન, યુવા ક્ષત્રિય ઠાકોર સેનાએ, હિંગળાજ માતાજી મંડળ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી સહિતના મંડળો દ્વારા પદયાત્રીની સેવા આપવામાં આવી રહી છે તેમજ પદયાત્રીઓ ના મનોરંજન માટે ડાયરો, રસ ગરબા, ઓર્કેસ્ટ્રા, ડી જે સહિતના આયોજનો કરાયા જેમાં પદયાત્રીઓએ ગરબા ગઈ તેમજ ડાયરાની મોજ લીધી હતી. અને સંઘો અંબાજી તરફ પ્રયાણ કરતા વાતાવરણ જગત જનની જગદંબા ના રંગે રંગાયું હતું.

j2 3 સિદ્ધપુર થી અંબાજી માર્ગ પર પદયાત્રીઓની ભીડ, વિવિધ સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન

લાયન્સ લીઓ ક્લબ ઓફ પાટણ દ્વારા ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રિકો માટે કમલીવાડા ખાતે હાઇવે પર સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લાઈવ ઢોકળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઇ અલગ ટેસ્ટની મજા માણી આનંદની લાગણી અનુભવી હતી. સંસ્થાના ઉત્સાહી કાર્યકરો દ્વારા લાઈવ ઢોકળા ઉપરાંત ચા, ડાયાબિટીસ ચેકઅપ તેમજ મીનરલ પાણીની તેમજ વિસામા સેવા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત યાત્રિકોને આરામ માટેની અને સવારે ચા સાથે ખારીની સેવા પૂરી પાડવામાં આવી હતી. બે દિવસ માટેના આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીકોએ લાભ લીધો હતો. સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી પગપાળા અંબાજી જતા પદયાત્રીઓ ની સેવા કરી હતી.

બાકી સવાર તો આવી જ સમજો / ક્યાં જઈ રહ્યા છો? આત્મહત્યા કરવા?

Science / વિચિત્ર જીવ ! મગજ, કરોડરજ્જુ, હૃદય જેવા અંગો ફરીથી વિકસિત કરે  છે