વિવાદ/ રાજકોટ: સિવિલમાં છવાયો ભગવો રંગ, રાતોરાત સ્ટ્રેચરો ભગવા રંગ થી રંગાઈ

મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવા રંગની કરી દેવામાં આવશે.

Gujarat Rajkot
4 53 રાજકોટ: સિવિલમાં છવાયો ભગવો રંગ, રાતોરાત સ્ટ્રેચરો ભગવા રંગ થી રંગાઈ

રાજકોટ(Rajkot) સિવિલ હોસ્પિટલ(Civil Hospital) એટલે વિવાદોનું ઘર, ત્યારે સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સામાન્ય રીતે સ્ટ્રેચરનો કલર સફેદ હોય છે પરંતુ અહિયાં રાતોરાત આ કલરને બદલી દેવામાં આવ્યો છે.

ખરેખર આ વિવાદ એટલે થયો કેમ કે આ સ્ટ્રેચરને સફેદ થી ભગવા રંગમાં ફેરવી દેવામાં આવી છે. ત્યાના ઇન્ચાર્જ સિવિલ ના સુપ્રીટેન્ડેટ એ આ વાતનો બચાવ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે પણ જે કોઈના માનવમાં આવે તેમ નથી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ તો પ્રાઇમર કલર છે આના ઉપર સફેદ કલર લગાવવામાં આવશે.

મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયા ની વાત વહેતી થઇ હતી. ત્યારે આ મુદે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીએ નિવેદન આપ્યું કે જયારે દર્દીઓના સગા અન્ય વોર્ડમાં સ્ટ્રેચર મારફતે દર્દીને લઈ જતા ત્યારબાદ સ્ટ્રેચર પાછા  આવતા નહોતા અને તે માટે જ તેને કેસરી રંગ લગાડવામાં આવ્યો હતો. લગભગ 150 સ્ટ્રેચરને ભગવો કલર કરવામાં આવ્યો હતો.

rAJKOT CIVIL 07 01jpg રાજકોટ: સિવિલમાં છવાયો ભગવો રંગ, રાતોરાત સ્ટ્રેચરો ભગવા રંગ થી રંગાઈ

પણ જો ખરેખર જોવા જઈએ તો સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય છે પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય.

સિવિલ હોસ્પિટલમાંમાં સ્ટ્રેચર ભગવા રંગ ને લઈ ને રાજકારણ ગરમાયુ હતું. આ વાતની જાણ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ને થતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી આવ્યા હતા. મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવા રંગની કરી દેવામાં આવશે. વિવાદ વકરતા રાજકોટ સિવિલ તંત્ર ની આંખ ખુલ્લી અને ભગવા રંગના સ્ટ્રેચર નો રંગ બદલાવી સફેદ કલર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ બેદરકારી/ બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મળ્યો સાપઃ 100 જેટલા બાળકો થયા બીમાર

આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ

આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ