Not Set/ આરોગ્ય વ્યવસ્થા ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે નેતાએ સરકાર પાસે માંગ્યા વેન્ટીલેટર, ઓક્સીજન અને …

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ સુરતની આરોગ્યકીય વ્યવસ્થા ખાડે ગયી હોવાના આક્ષેપ સાથે અને સુરતમાં ઓક્સીજન, દવાનો જત્થો,

Gujarat Surat Trending
corona 1 4 આરોગ્ય વ્યવસ્થા ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે નેતાએ સરકાર પાસે માંગ્યા વેન્ટીલેટર, ઓક્સીજન અને ...

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ સુરતની આરોગ્યકીય વ્યવસ્થા ખાડે ગયી હોવાના આક્ષેપ સાથે અને સુરતમાં ઓક્સીજન, દવાનો જથ્થો, અને ૨૦૦ જેટલા વેન્ટીલેટર ફાળવવા રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવીને પત્ર લખ્યો છે

વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું

સુરતમાં આમ આદમી પાર્ટીના વીપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ લખ્યું હતું કે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ માં અત્યંત વધારો થયો છે. તેને પહોચી વળવા વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. સિવિલ, સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેને પહોચી વળવા અપૂરતો સ્ટાફ, દવાઓનો અપૂરતો જથ્થો, ઓક્સીજન, ઇન્જેકશનો અને અપૂરતા વેન્ટીલેટરના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તથા તબીબી સીસ્ટમ પડી ભાંગી હોય તેમ લોકોને પડી રહેલી હાલાકી અને મુશ્કેલી પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે વિહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનનો અભાવ તથા આરોગ્યવિષયક સાધન સુવિધામાં વધારો કરવા પાછળ સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર ઉદાસીનતા જવાબદાર છે.

corona 1 5 આરોગ્ય વ્યવસ્થા ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે નેતાએ સરકાર પાસે માંગ્યા વેન્ટીલેટર, ઓક્સીજન અને ...

૨૦૦ વેન્ટીલેટર સહિતની સુવિધાઓ  આપવા માંગ

વધુમાં પાલિકામાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખી શહેરની ગંભીર સ્થિતિમાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે સુરત શહેરની અને હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી  ઓક્સીજન, દવાનો જથ્થો, અને ૨૦૦ જેટલા વેન્ટીલેટર ફાળવવા રજૂઆત પણ કરી છે.