Not Set/ નાના પાટેકર વિરૂધ્ધ કેવું સ્ટેટમેન્ટ આપ્યું તનુશ્રીએ,અહીં વાંચો

મુંબઇ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગત બુધવારે  કેસ દાખલ કર્યો હતો જેમાં તેમણે આરોપ લગાવ્યો કે 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તેની જાતીય સતામણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ અને અદાલતોની વિરુદ્ધમાં તેમની સામે ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આપને જણાવીએ કે એક્ટર નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સારંગ […]

Trending Entertainment
ar નાના પાટેકર વિરૂધ્ધ કેવું સ્ટેટમેન્ટ આપ્યું તનુશ્રીએ,અહીં વાંચો

મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગત બુધવારે  કેસ દાખલ કર્યો હતો જેમાં તેમણે આરોપ લગાવ્યો કે 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તેની જાતીય સતામણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ અને અદાલતોની વિરુદ્ધમાં તેમની સામે ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.

આપને જણાવીએ કે એક્ટર નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સારંગ અને પ્રોડ્યુસર સામી સિદ્દીકીના સામે તનુશ્રીના નિવેદનને રેકોર્ડ કરવામાં પોલીસને 4 કલાક લાગ્યા હતા. જણાવીએ કે તનુશ્રીએ આ મામલે 6 ઓક્ટોમ્બરે લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી.

મુંબઈ પોલીસ પ્રવક્તા  મંજુનાથ શિંગેએ જણાવ્યું કે આ મામલે કલમ 354 (જયારે કોઈ મહિલાની મર્યાદાને ભંગ કરવા માટે તેના પર હમલો કે જોર-જબજ્સ્તી કરે) અને કલમ 509 (કોઈ મહિલાની ભાવનાત્મકતા અથવા તો તેને નુકશાન પહોંચાડે તેવી વાત કરવા જેવી હરકત કરવી)ના હેઠળ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તનુશ્રી કહ્યું કે મને મને એવી ઘમકી મળી હતી કે મને પોલીસ અને કોર્ટમાં જુઠા કેસમાં ફસાવવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીથી બોયકોટ કરવામાં આવશે.

પોલીસે માહિતી આપી છે કે તનુશ્રીનું આ નિવેદન ઇંગ્લિશમાં  નોંધવામાં આવ્યું છે. જ્યાં તેના વકીલ અને બે મહિલા પોલીસ અધિકારી હાજર હતા. જેમાંથી એક સીનીયર ઓફિસર હતી.

તનુશ્રીએ પોલીસને આપેલ નિવેદનના મુજબ ‘શુટિંગના ચોથા દિવસે 26 માર્ચ 2008ના રોજ સેટ પર 100 સપોટિંગ સ્ટાફ હાજર હતો. જેમાં જુનિયર આર્ટીસ્ટ, ડાન્સર અને કેટલાક અન્ય લોકો હતા. નાના પાટેકરે મારી ઈચ્છા અને સંમતી વગર મને તેના હાથોમાં જકડી લીધી અને ચારે બાજુ આ બહાનાથી ફરાવવા લાગ્યા અને એ રીતે કે લાગે તે મને ડાન્સ શીખવાડી રહ્યાં હોય. જોકે તેઓ કોરિયોગ્રાફર પણ નહોતા. જયારે તેઓ મને મતલબ વગર ખરાબ રીતે સ્પર્શ કરવા લગ્યા તો પણ કોઇએ મામલે સવાલ ન કર્યા. બધા ચુપચાપ જોતા રહ્યા. મને ઘણું અનકમ્ફર્ટેબલ  લાગી રહ્યું હતું. નાનાએ કોરિયોગ્રાફર અને જુનિયર આર્ટીસ્ટને ત્યાંથી જવા માટે કહ્યું જેથી તેઓ મને ડાન્સ સ્ટેપ શીખવાડી શકે. તેમનું આ વર્તન સારું નહોતું અને હું આ વર્તનને લઈને જરા પણ કમ્ફર્ટેબલ ફિલ કરી રહી નહોતી. મેં તે જ દિવસે નાના પાટેકરના આવા વર્તન માટે કોરિયોગ્રાફર પ્રોડ્યુસર અને  ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી.

તેઓ દ્રારા મને એવી ઘમકી મળી હતી કે મને પોલીસ અને કોર્ટમાં જુઠા કેસમાં ફસાવવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીથી બોયકોટ કરવામાં આવશે.

આ મામલે જ્યારે નાના પાટેકરના વકીલ રાજેન્દ્ર શિરોડકર સાથે વાત કરતા તેમણે કહ્યું, “અમે આ બધા આક્ષેપોને નકારીએ છીએ.”

આચાર્ય અને સારાંગે આ બાબતે ફોન અને મેસેજનો જવાબ આપ્યો નહીં. જો કે સિદ્દીકીના સલાહકાર કિશોર ગાયકવાડે કહ્યું હતું કે, “હું મારા ક્લાયન્ટ સામેના તમામ આરોપોને નકારું છું. પોલીસને આ બાબતની તપાસ કરવા દો. અમે એફઆઈઆર દાખલ કરતાં પહેલા પોલીસને અરજી કરી દીધી છે. “