Not Set/ ભારતીય વિદ્યાર્થીઓની ફી પેટે અમેરિકા દર વર્ષે કમાય છે ૮૦ હજાર કરોડ રૂપિયા !

ઉચ્ચતર અભ્યાસ માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડીને વિદેશ ચાલ્યા જાય છે.હાલમાં જ એક રીપોર્ટમાં અમેરીઅકને ભારતીય વિદ્યાર્થીઓને લીધે થતા ફાયદાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ અને બીજી કેન્દ્રીય કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જેટલા રૂપિયાનું કુલ બજેટ થાય છે તેના કરતા પણ બે ગણા રૂપિયા ડર વર્ષે ભારતીય અમેરિકામાં […]

Top Stories India World Trending
stude ભારતીય વિદ્યાર્થીઓની ફી પેટે અમેરિકા દર વર્ષે કમાય છે ૮૦ હજાર કરોડ રૂપિયા !

ઉચ્ચતર અભ્યાસ માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડીને વિદેશ ચાલ્યા જાય છે.હાલમાં જ એક રીપોર્ટમાં અમેરીઅકને ભારતીય વિદ્યાર્થીઓને લીધે થતા ફાયદાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ અને બીજી કેન્દ્રીય કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જેટલા રૂપિયાનું કુલ બજેટ થાય છે તેના કરતા પણ બે ગણા રૂપિયા ડર વર્ષે ભારતીય અમેરિકામાં ભણવા પાછળ વાપરી દે છે.

આ વર્ષે દેશનું ઉચ્ચ શિક્ષાનું બજેટ ૩૫ હજાર કરોડ રૂપિયા છે.અમેરિકા દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓના ભણતરની ફી પેટે ૮૦ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.

અમરિકાની સરકાર દ્વારા એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ આ વર્ષે ૧,૯૬,૨૭૧ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી બે તૃતીયાંશ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.

મોટા ભાગના લોકો ન્યુયોર્ક, કેલીફોનીયા અને મૈસાચુએટસ જેવી જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અમેરિકા વિદેશી વિદ્યાર્થીઓ જોડેથી વધારે ફી લે છે. અમેરિકામાં ઉચ્ચ ભણતરની ફી સદા ત્રણ લાખ થી ૩૫ લાખ રૂપિયા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વિદેશી વિદ્યાર્થી જે અમેરિકા ભણવા આવે છે તેનો ખર્ચ ૫૯.૭૮ અમેરિકી ડોલર છે. આ કિમત ભારતીય ચલણ પ્રમાણે એક વર્ષના  ૪૨ લાખ રૂપિયા છે. ભારતના કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ કે જે અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે તેનું કુલ બજેટ ૮૫,૦૧૦ કરોડ છે.