Not Set/ વડા પ્રધાન મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાને થઇ શકે છે જેલ

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાની પોપ ગાયિકા રબી પીરઝાદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી. આ દરમિયાન તેણે હાથમાં સાપ અને મગર પણ પકડ્યા હતા. હવે લાહોરની એક કોર્ટે શુક્રવારે તેની સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે. પીરઝાદા પર જંગલી પ્રાણીઓને પાળતુ બનાવીને રાખવાનો આરોપ છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલનાં એક રિપોર્ટ અનુસાર શુક્રવારે […]

Top Stories World
rabi peerzada વડા પ્રધાન મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાને થઇ શકે છે જેલ

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાની પોપ ગાયિકા રબી પીરઝાદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી. આ દરમિયાન તેણે હાથમાં સાપ અને મગર પણ પકડ્યા હતા. હવે લાહોરની એક કોર્ટે શુક્રવારે તેની સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે.

rabi pirzada વડા પ્રધાન મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાને થઇ શકે છે જેલ

પીરઝાદા પર જંગલી પ્રાણીઓને પાળતુ બનાવીને રાખવાનો આરોપ છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલનાં એક રિપોર્ટ અનુસાર શુક્રવારે મોડલ ટાઉનની અદાલતમાં આ કેસની સુનાવણી થઈ હતી. ત્યારબાદ ન્યાયાધીશે પીરઝાદાને કોર્ટનાં સમન્સની અવગણના કરવા બદલ ફટકાર લગાવી હતી. ગાયિકા રબી પીરઝાદા પર ચાર અજગર, એક મગર અને સાપ સહિતનાં અન્ય જંગલી પ્રાણીઓને રાખવાનો આરોપ છે. પંજાબ વન્યજીવ સંરક્ષણ અને ઉદ્દયાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં પીરઝાદા સામે કાર્યવાહી શરૂ કરી હતી.ગાયિકા પર વાઇલ્ડલાઇફ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ એટલા માટે છે કેમ કે ઘણા જંગલી પ્રાણીઓ જેવા કે મગર અને સાપ રાખવા પર પ્રતિબંધ છે. તેની પાસે પ્રાણીઓ રાખવાની બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીરઝાદાનાં અનેક ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

Rabi Pirzada વડા પ્રધાન મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાને થઇ શકે છે જેલ

આપને જણાવી દઇએ કે, પીરઝાદાએ શેર કરેલા વીડિયોમાં વડા પ્રધાન મોદીને ધમકાવતા તેણે સાપ, અજગર અને મગરો પોતાની સાથે રાખ્યા છે. તેણે વડા પ્રધાન માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતુ કે આ બધા સાપ વડા પ્રધાન માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.