Not Set/ ભુજ: આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં દરોડા

ભુજ, દશેરાના તહેવારોને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ,ત્યારે ફુડવિભાગે બે દિવસમાં ભુજ અને માધાપરની ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને ફરસાણના નમુના મેળવ્યા છે. દશેરાના તહેવારને લઈને ફુડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ગઈ કાલે માધાપરની બે ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ મેળવાયા હતા. માધાપર જુનાવાસમાં આવેલી ખાવડા ફરસાણ નામની દુકાનમાંથી ફુડવિભાગે સેમ્પલ […]

Top Stories Gujarat Others
mantavya 309 ભુજ: આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં દરોડા

ભુજ,

દશેરાના તહેવારોને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ,ત્યારે ફુડવિભાગે બે દિવસમાં ભુજ અને માધાપરની ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને ફરસાણના નમુના મેળવ્યા છે.

દશેરાના તહેવારને લઈને ફુડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ગઈ કાલે માધાપરની બે ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ મેળવાયા હતા.

mantavya 310 ભુજ: આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં દરોડા

માધાપર જુનાવાસમાં આવેલી ખાવડા ફરસાણ નામની દુકાનમાંથી ફુડવિભાગે સેમ્પલ મેળવીને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આજે શહેરના જ્યુબીલી સર્કલ પાસે આવેલી ખાવડા સ્વીટ એન્ડ નમકીનમાંથી બે સેમ્પલ મેળવાયા હતા.

mantavya 311 ભુજ: આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં દરોડા

જ્યારે રઘુવંશી ચોકડી પાસે આવેલી ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી પણ સેમ્પલ મેળવાયા હતા. દશેરા નિમિતે જલેબી- ફાફડાની માંગ વધતી હોય છે.

ત્યારે ફુડ વિભાગની ખાસ ટીમે જલેબી-ગાંઠીયા, ગુલાબજાંબુ અને કાજુકતરીના સેમ્પલ મેળવીને તપાસાર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. ફુડવિભાગના ત્રણ ઈન્સપ્ક્ટરોની આ ટીમે કાર્યવાહી હાથ ધરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. તહેવારોની  સીઝનમાં ફુડ ઇન્સપેક્ટરોને કડક કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીઓનો આદેશ મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી કડક કામગીરી હાથ ધરાઈ છે.