Not Set/ નકલી પોલીસ બની ઉઘરાણી કરતી ગેંગ ઝડપાઈ, 3 શખ્સોની કરાઈ ધરપકડ,1 શખ્સ ફરાર

સાબરકાંઠા, સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર વાહનચાલકો પાસેથી નકલી પોલીસ બનીને રૂપિયા વસૂલ કરતા શખ્સોને ઝડપી લેવાયા છે. આ ત્રણેય શખ્સો પોલીસ જેવો જ દેખાવ રાખતા હતા. પોલીસકર્મીઓ જેવા હેર કટ તેમજ શારીરીક દેખાવ રાખીને ખાનગી કારમાં રોડ પર ઉભા રહી જતા હતા અને વાહન ચાલકોને અટકાવીને તેમની પાસેથી જુદા જુદા કાગળિયાઓ માગતા અને ટ્રક […]

Gujarat Others Trending
surat 20 નકલી પોલીસ બની ઉઘરાણી કરતી ગેંગ ઝડપાઈ, 3 શખ્સોની કરાઈ ધરપકડ,1 શખ્સ ફરાર

સાબરકાંઠા,

સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર વાહનચાલકો પાસેથી નકલી પોલીસ બનીને રૂપિયા વસૂલ કરતા શખ્સોને ઝડપી લેવાયા છે. આ ત્રણેય શખ્સો પોલીસ જેવો જ દેખાવ રાખતા હતા.

પોલીસકર્મીઓ જેવા હેર કટ તેમજ શારીરીક દેખાવ રાખીને ખાનગી કારમાં રોડ પર ઉભા રહી જતા હતા અને વાહન ચાલકોને અટકાવીને તેમની પાસેથી જુદા જુદા કાગળિયાઓ માગતા અને ટ્રક જપ્ત કરીને તેની ટ્રક પોલીસ મથકે લઇ જવાની ધમકી આપીને બાદમાં પૈસા પડાવતા હતા.

ટ્રક કે અન્ય વાહનોને અટકાવ્યા બાદ તેમની પાસેથી ફોન પણ ઝુંટવી લેતા જેથી વાહન ચાલક કોઈને ફોન ન કરી શકે અને અંતે પૈસા પડાવી લેતા.

આ બાબતે સ્થાનિક પોલીસને જાણ થતા એએસપી પ્રેમસુખ ડેલુ જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી. જો કે એક આરોપી સ્થળ પર થી ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલા ત્રણેય શખ્સોના નામ રામસિંહ રાઠોડ, લાભુ દેસાઇ અને રાજુ ચમાર છે. જ્યારે ફરાર શખ્સનું નામ જાવેદ છે.