Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : ૩૨ ટીમો વચ્ચે કઈ ટીમ છે સૌથી વધુ અટેકિંગ અને ડિફેન્સીવ, જાણો

નવી દિલ્હી, ૧૪ જૂનથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં દુનિયાની ટોચની ૩૨ ફુટબોલની ટીમો ભાગ લઇ રહી છે ત્યારે આ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાની સંભાવના છે. સાથે સાથે ફુટબોલના દર્શકો પણ આ મેચોની આનંદ માનશે. ફુટબોલના આ મહાકુંભમાં એ જોવું રોચક હશે કે આ ૩૨ ટીમોમાં કઈ ટીમ સૌથી અટેકિંગ […]

Sports
75289 sfnpsgbfdp 1512047518 ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : ૩૨ ટીમો વચ્ચે કઈ ટીમ છે સૌથી વધુ અટેકિંગ અને ડિફેન્સીવ, જાણો

નવી દિલ્હી,

૧૪ જૂનથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં દુનિયાની ટોચની ૩૨ ફુટબોલની ટીમો ભાગ લઇ રહી છે ત્યારે આ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાની સંભાવના છે. સાથે સાથે ફુટબોલના દર્શકો પણ આ મેચોની આનંદ માનશે.

ફુટબોલના આ મહાકુંભમાં એ જોવું રોચક હશે કે આ ૩૨ ટીમોમાં કઈ ટીમ સૌથી અટેકિંગ અથવા તો ડિફેન્સીવ હશે.

જો કે આ ૩૨ ટીમો અંગે કરવામાં આવેલા એક એનાલિસિસ પરથી સામે આવ્યું છે કે, “છેલ્લા ત્રણ વર્ષની મેચોના પ્રદર્શન બાદ આ વર્લ્ડકપમાં બેલ્જિયમ સૌથી વધુ અટેકિંગ ટીમ છે જયારે મોરક્કોની ટીમ સૌથી વધુ ડિફેન્સીવ હશે”.

એક ફુટબોલ વેબસાઈટ eloratings.netના જાન્યુઆરી ૨૦૧૫ થી જુન ૨૦૧૮ સુધીના આંકડાઓ મુજબ, બેલ્જિયમ ૩૭ મેચોમાં ૨.૭ ગોલ પ્રતિ મેચ અનુસાર ૧૦૦ ગોલ કર્યા છે, જયારે મોરક્કોની ટીમે આ ત્રણ વર્ષ દરમિયાન ૩૬ મેચ રમી છે જેમાં માત્ર ૦.૪૭ના હિસાબથી ગોલ થવા દીધા છે.

જો કે આ સમય દરમિયાન ૩૨ ટીમોમાંથી નાઈજીરિયાએ સૌથી ઓછી મેચો રમી છે. નાઈજીરિયાની ટીમે માત્ર ૨૯ મેચ રમી છે જયારે મોરક્કોએ સૌથી વધુ ૬૭ મેચ રમી છે.

મોરક્કોની ટીમનું સૌથી વધુ ડિફેન્સીવ રમત રમવાનું મુખ્ય કારણ તેઓના સૌથી વધું મેચ રમવાનું છે. બીજી બાજુ આ એનાલિસિસમાં એ પણ સામે આવ્યું છે કે, મોરક્કોની ટીમે સૌથી વધુ એવી તીનો સામે મેચ રમવી પડી છે જે મજબૂત ટીમ નથી. પરંતુ જયારે ક્વોલીફાઈંગ ગ્રુપને જોઈએ તો, મોરક્કોની ટીમના મુકાબલામાં ગ્રુપમાં તેનાથી વધુ મજબૂત રેન્કિંગની ટીમો હતી.