અવસાન/ મશહૂર બોડી બિલ્ડર સેડ્રિક મેકમિલનનું હાર્ટ એટેકથી મોત,ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે બની ઘટના

પ્રખ્યાત બોડી બિલ્ડર સેડ્રિક મેકમિલનનું 44 વર્ષની વયે અવસાન થયું છે. રિપોર્ટ અનુસાર ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો

Top Stories Sports
11 11 મશહૂર બોડી બિલ્ડર સેડ્રિક મેકમિલનનું હાર્ટ એટેકથી મોત,ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે બની ઘટના

પ્રખ્યાત બોડી બિલ્ડર સેડ્રિક મેકમિલનનું 44 વર્ષની વયે અવસાન થયું છે. રિપોર્ટ અનુસાર ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મેકમિલન પણ હૃદય સંબંધિત અને લાંબી કોવિડ સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. બોડી બિલ્ડરના મૃત્યુના સમાચાર તેના એક સ્પોન્સરે આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે  અમેરિકામાં રહેતા સેડ્રિક મેકમિલન પ્રોફેશનલ બોડી બિલ્ડરની સાથે યુએસ આર્મીના ઈન્સ્ટ્રક્ટર પણ હતા. તેણે 2017 માં આર્નોલ્ડ ક્લાસિક બોડીબિલ્ડિંગ ટાઇટલ જીતીને વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી હતી.

જનરેશન આયર્નના અહેવાલ મુજબ, બોડી બિલ્ડર મેકમિલનને ટ્રેડમિલ પર દોડતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે મેકમિલન લાંબા સમયથી COVID-19 થી પીડિત હતા. 2020 માં સ્વસ્થ થયા પછી પણ, લોંગ કોવિડ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમને હૃદયની સમસ્યા પણ હતી. તેને એક-બે વખત હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા.

28 ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં મેકમિલને તેના શરીરને લગતી કેટલીક સમસ્યાઓ સમજાવી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું અમુક કારણોસર અંદર ખોરાક રાખી શકતો નથી. જ્યારે પણ હું કંઇક ખાઉં કે પીઉં ત્યારે હેડકી આવવા લાગે છે. પેટની અંદર કશું ટકી શકતું નથી.

મેકમિલન (બ્લેક સ્કલ યુએસએ) ને સ્પોન્સર કરતી કંપનીએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર તેમના મૃત્યુની પુષ્ટિ કરી. કંપનીએ લખ્યું કે અમને તમને જણાવતા દુખ થાય છે કે અમારા મિત્ર અને ભાઈ સેડ્રિક મેકમિલનનું આજે નિધન થયું છે. સેડ્રિક એક રમતવીર, મિત્ર અને પિતા તરીકે ખૂબ જ યાદ આવશે.